તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈમાં એક મહિલાને રખડતા કૂતરાંને ખાવાનું ખવડાવવા બદલ થયો 3.60 લાખ રૂપિયાનો દંડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દંડ થયો છે તે મહિલા નેહા દતવાણી - Divya Bhaskar
દંડ થયો છે તે મહિલા નેહા દતવાણી

નેશનલ ડેસ્કઃ મુંબઈની એક મહિલાને રખડતા કૂતરાંઓને ખાવાનું ખવડાવવા બદલ ત્રણ લાખનો દંડ ભરવો પડશે. મુંબઇના પૂર્વ કાંદિવલીની નિસર્ગ હૈવેના કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતી નેહા દતવાણીને તેની સોસાયટીએ ફટકાર્યો છે. તે દરરોજ રખડતા કૂતરાંઓને ખાવાનું ખવડાવતી હતી. થોડા સમય પહેલા જ સોસાયટીની અંદર રખડતા કૂતરાંઓને ખાવાનું ખવડાવવા બદલ સોસાયટીએ તેને 2500 રૂપિયાનો દંડ કર્યો હતો.  

કૂતરાંને ખવડાવવાથી થયો દંડ
આ મહિલાને ગયા વર્ષે મે મહિનામાં સોસાયટીની એક મીટિંગમાં દંડ ફટકારવામાં આવ્યો હતો. નેહા દતવાણી નામની આ મહિલા દરરોજ રખડતા કૂતરાંઓને ખાવાનું ખવડાવતી હતી. જેનાથી સોસાયટીમાં કૂતરાંઓનો ડર ઓછો થાય. નેહા કહે છે કે કૂતરાંઓને ખાવાનું ખવડાવવા બદલ સોસાયટીએ તેને 3.60 લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. દંડની સાથે સાથે તેના પર 21 ટકા વ્યાજ પણ લગાવ્યું છે. ફેબ્રુઆરીના મેઇન્ટેનન્સ બિલ સાથે તેને આ રૂપિયાનું લિસ્ટ મોકલવામાં આવ્યું હતું, પણ તેને રૂપિયા આપવાની ના પાડી હતી. આ જ સુધી નેહાએ આ દંડ ભર્યો નથી અને હવે તે કોઇ સામાજિક સંસ્થાનો આ બાબતે સંપર્ક કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...