ટ્રાફિક પોલીસને આ મહાશયે હાથથી લખેલું ડ્રાઈવિંગ લાયસન્સ બતાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્ક: ચીનના લિયુઝોઉ શહેરમાં ટ્રાફિક પોલીસ સામે એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. રસ્તા પર પસાર થતા એક બાઈક સવારનું  લાયસન્સ માગવામાં આવ્યું ત્યારે તેણે કોમ્પ્યુટરાઈઝડ નહિ પણ તેના અક્ષરોથી લખેલું લાઈસન્સ આપ્યું.

1) નકલી લાયસન્સની સ્ટોરી

જોવાની વાત તો એ છે કે હાથથી લખેલું આ લાયસન્સ અસલી લાઈસન્સના કવરમાં જ રાખેલું હતું. આ લાયસન્સ મામલે તો પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસને નહતી ખબર કે અસલી લાયસન્સના કવરમાં નકલી હાથથી લખેલું લાઈસન્સ હશે.

બાઈક સવાર તાંગે કહ્યું કે  ડ્રાઈવિંગ લાયસન્સ બનાવડાવવું એટલે માથાકૂટનું કામ, અને મને તેમાં ઘણી આળસ આવે છે. મારી પાસે એટલા રૂપિયા પણ નહોતા, આથી મેં હાથથી લખેલા લાયસન્સને જોડે રાખવાનું જ નક્કી કરી લીધું. સામાન્ય રીતે પોલીસ બહારનું કવર જોઈને જ મને છોડી મૂકે છે પરંતુ આ વખતે તેમણે કવરની અંદર પણ જોયું જેથી, મારી પોલ ખૂલી ગઈ. ટ્રાફિક પોલીસે કહ્યું કે હું છેલ્લા ઘણા વર્ષથી આ જ ફિલ્ડમાં કામ કરું છું, પરંતુ આવો કિસ્સો મેં પ્રથમવાર જોયો છે.

ચીનમાં સોશિયલ વેબસાઈટ પર લોકો તાંગની આ અલૌકિક બુદ્ધિના વખાણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું છે કે જો તમે ઈરછો તો આવી રીતે પાસપોર્ટ બનાવીને પણ વિદેશ ફરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...