દુબઈની ફાઈવ સ્ટાર હોટલમાં 991 ફૂટની ઊંચાઈએથી બે કર્મચારીઓએ વિન્ડો ક્લિનિંગ કરે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આખી બિલ્ડીંગ ધોતાં અઠવાડિયું લાગે છે
  • હોટલમાં કુલ 196 રૂમ છે 
  • સફાઈ વખતે તેઓ વાદળ કરતા પણ ઉપર દેખાય છે 
અજબ-ગજબ ડેસ્ક: દુબઈની 63 માળની એડ્રેસ ડાઉનટાઉન હોટલના બે સાહસિક સફાઈ કર્મચારીઓએ  900 ફૂટની ઊંચાઈએ વિન્ડો ક્લિનિંગ કર્યું।આ હોટલ દુબઈની 22મી સૌથી ઊંચી બિલ્ડિંગ છે અને 196 રૂમ તથા 626 એપાર્ટમેન્ટ ધરાવે છે. ઝોહેબ અંજુમ નામના 29 વર્ષના એક રિયલ એસ્ટેટ એજન્ટે હોટલના 50મા ફ્લોરની બાલ્કનીમાંથી ફોટા પાડ્યા હતા. સફાઇ કર્મચારીઓ સાથે વાત પણ કરી, જેઓ વાદળોથી પણ ઉપર દેખાય છે. હોટલના મેનેજરે કહ્યું કે સફાઈ કર્મચારીઓ સવારે 6 વાગ્યે કામ શરૂ કરી દે છે, કેમ કે 10 વાગતાં તો ખૂબ ગરમી પડવા લાગે છે. બપોર પછી ગરમી થોડી ઓછી થાય એટલે તેઓ ફરી કામે લાગે છે. તેમને આખી હોટલની સફાઈ કરતાં એક અઠવાડિયું લાગે છે. તેઓ દર મહિને એક વાર આખી બિલ્ડિંગ ધોવે છે.