તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનમાં ટેક-ઓફ વખતે પાઇલટ પ્લેનની અંદર જ સૂઇ ગયો, વીડિયો વાયરલ થયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બોઇંગ 747માં પાઇલટ કોકપિટમાં સૂતો હતો 
 • સૂઇ ગયેલા પાઇલટ અને તેના કો- પાઇલટ બન્નેને નોકરીમાંથી છૂટા કરી દેવાયા છે
બીજિંગ: ચાઇના એરલાઇન્સની એક ફ્લાઇટના ટેક-ઓફ વખતે તેનો પાઇલટ પ્લેનની અંદર જ સૂઇ ગયો. તે પ્લેનમાં સૂતો હોવાનો 30 સેકન્ડનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં દેખાઇ રહ્યું છે કે, બોઇંગ 747માં પાઇલટ કોકપિટમાં આરામથી સૂતો છે. તેની ઓળખ ચાઇના એરલાઇન્સના અધિકારી વેંગ જિયાકી તરીકે થઇ છેે. તે લગભગ 20 વર્ષથી એરલાઇનમાં કાર્યરત છે. એરલાઇને કહ્યું કે તેના માટે પ્રવાસીઓની સુરક્ષા સૌથી વધુ મહત્વની છે. આ પ્રકારની બેદરકારી જરાય ચલાવી લેવાશે નહીં. આરોપી પાઇલટે તેની ભૂલ સ્વીકારી લીધી છે અને કહ્યું છે કે થાકેલો હોવાના કારણે તેને ઊંઘ આવી ગઇ હતી. સૂઈ ગયેલા પાઇલટને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત તેની સાથેના પાઇલટ જેને વીડિયો લીધો હતો, તેને ઊંઘી ગયેલા પાઇલટને જગાડ્યો નહીં એ કારણથી તેને પણ નોકરીમાંથી છૂટો કરી દેવાયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો