જર્મની / 11 કરોડના ખર્ચે રિનોવેશન કરેલું 136 વર્ષ જૂનું જહાજ પાણીમાં ડૂબી ગયું

136-year-old ship crashes and sinks after getting renovated for Rs 11 crores
136-year-old ship crashes and sinks after getting renovated for Rs 11 crores
136-year-old ship crashes and sinks after getting renovated for Rs 11 crores

  • 121 ફૂટનું આ જહાજ હેમ્બર્ગ શહેરનું સૌથી જૂનું લાકડાનું જહાજ હતું

Divyabhaskar.com

Jun 13, 2019, 11:53 AM IST

અજબ-ગજબ ડેસ્ક: જર્મનીમાં નવ મહિનાની મહેનત બાદ 19મી સદીના જહાજને રિનોવેટ કરવામાં આવ્યું હતું. 136 વર્ષ જૂનાં આ જહાજ પાછળ આશરે 11 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો, પણ દુઃખની વાત તો એ છે કે, આ જહાજ કન્ટેઇનર શિપ સાથે અથડાતાં પાણીમાં ડૂબી ગયું છે.

રિપોર્ટ પ્રમાણે જહાજનું નામ ઍલ્બા નં.5 હતું. ટ્વિટર પર જહાજનું એકાઉન્ટ છે, જેની પર કંપની અવારનવાર તેના રિનોવેશન કામના ફોટા શેર કરતી રહેતી હતી. 5 જૂને આ જહાજ તૈયાર થઈ ગયું હતું.

જોવાની વાત તો એ છે કે, આ જહાજ જ્યારે અથડાયું ત્યારે, તેમાં 43 લોકો હાજર હતા. આ બધાને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. 121 ફૂટનું આ જહાજ હેમ્બર્ગ શહેરનું સૌથી જૂનું લાકડાનું જહાજ હતું. પહેલાં આ શિપનો ઉપયોગ મોટી બોટને દરિયાકિનારા પરથી લઈ જઈ પાણીમાં ઉતારવા માટે થતો હતો. ત્યારબાદ આ શિપને અમેરિકાના એક સાહસિકે ખરીદ્યું હતું.

જો કે, પાણીમાં ડૂબી જવાથી 11 કરોડના રિનોવેશન પર કેટલું પાણી ફર્યું છે તેનો કોઈ અંદાજો નથી. મેકર્સનું માનવું છે કે, જો પાણીમાંથી શિપ પાછી મળી જાય તો ફરીવાર તેનું વેચાણ શક્ય છે.

X
136-year-old ship crashes and sinks after getting renovated for Rs 11 crores
136-year-old ship crashes and sinks after getting renovated for Rs 11 crores
136-year-old ship crashes and sinks after getting renovated for Rs 11 crores
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી