રેકોર્ડ / જર્મનીમાં સૌથી ઊંચો 58 ફીટનો રેતીનો મહેલ બનાવવામાં આવ્યો, ગિનીસ વર્લ્ડ રેકોડ્સમાં સ્થાન મળ્યું

Divyabhaskar.com

Jun 10, 2019, 06:26 PM IST
World's tallest sandcastle built in Germany and scales more than 17 meters

  • પાંચ દેશોના કલાકારોએ મળીને એક મહિનામાં આ મહેલ બનાવ્યો 

બર્લિન: જર્મનીમાં 5 દેશોના કલાકારોએ સાથે મળીને 17.66 મીટર એટલે કે અંદાજે 57.94 ફીટ ઊંચો રેતીનો મહેલ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. ટીમનું નેતૃત્વ થોમસ ડેન ડંગેને કર્યું હતું. તેઓ આવો પ્રયાસ અગાઉ બે વર્ષ પહેલાં પણ કરી ચૂક્યા હતા, પરંતુ આખરી ઓપ આપતી વખતે મહેલ ઢળી પડ્યો હતો. ડંગેને જણાવ્યું કે, ટીમમાં નેધરલેન્ડ્સ, રુસ, હંગેરી, લાત્વિયા અને પોલેન્ડના આર્ટિસ્ટ સામેલ હતા.

સૌથી ઊંચા રેત મહેલ (સેન્ડ કેસલ)નો અગાઉનો રેકોર્ડ 16.68 મીટર (54.72 ફીટ)નો હતો. જે જર્મનીના ડુઇસબર્ગ શહેરમાં બનાવવામાં આવ્યો હતો. તેની પહેલાં સૌથી ઊંચા રેત મહેલનો રેકોર્ડ ભારતના નામે હતો.

એક મહિનાને અંતે મહેલ બન્યો
સેન્ડ કેસલ બનાવવાની શરૂઆત મે મહિનામાં થઇ હતી. આ મહેલ બનાવવા માટેની રેતીને નેધરલેન્ડ્સથી આયાત કરવામાં આવી હતી. 11 ટન રેતીથી આ મહેલ બનાવવામાં આવ્યો છે. મહેલ બનાવતાં પહેલાં 27 મીટર ઊંચું કોન આકારનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું. આ કેસલને પર્યટકો 3 નવેમ્બર સુધી જોઈ શકશે.

X
World's tallest sandcastle built in Germany and scales more than 17 meters
World's tallest sandcastle built in Germany and scales more than 17 meters
World's tallest sandcastle built in Germany and scales more than 17 meters
World's tallest sandcastle built in Germany and scales more than 17 meters
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી