તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Woman Who Hasn't Drunk Water In A YEAR, Claims That 'dry Fasting' Has Cured Her Aching Joints In Bali

35 વર્ષીય સોફી શરીરને હેલ્ધી રાખવા છેલ્લા એક વર્ષથી પાણી પીધા વગર ‘ડ્રાય ફાસ્ટિંગ’ કરે છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોફીની દોસ્તે શરીરને તંદુરસ્ત રાખવા માટે ‘ડ્રાય ફાસ્ટિંગ’ની સલાહ આપી હતી
  • તે પાણીને બદલે નારિયેળ પાણી કે ફળ-શાકભાજીનો રસ પીવે છે
  • સોફી ભવિષ્યમાં ડ્રાય ફાસ્ટિંગ પર વધારે રિસર્ચ કરવા માગે છે

જકાર્તા: શું કોઈ  વ્યક્તિ 1 વર્ષથી પાણી વગર જીવી શકે? ઈન્ડોનેશિયામાં બાલીની રહેવાસી અને ન્યુટ્રીશિયનિસ્ટે દાવો કર્યો છે કે, તેણે છેલ્લા એક વર્ષથી પાણી ગળા નીચે ઉતાર્યું નથી. 35 વર્ષીય સોફી પર્ટિક ‘ડ્રાય ફાસ્ટિંગ’ કરી રહી છે, જેને લઈને તેના સ્વાસ્થ્યમાં સારો સુધાર આવી રહ્યો છે. સોફી ચહેરા પર ડ્રાય સ્કિન, ફૂડ એલર્જી અને પાચનક્રિયાની સમસ્યાથી પીડિત હતી. તેની એક મિત્રે તેને  ડ્રાય ફાસ્ટિંગ નો આઈડિયા આપ્યો જે તેને ઘણો પસંદ આવ્યો.

સોફીએ 52 કલાક સુધી કોઈ પણ રસ પીધો નહતો
ડ્રાય ફાસ્ટિંગ  એટલે પાણી વગર રહેવાનું. સોફી ફળ, શાકભાજી, જ્યૂસ અને નારિયેળનું પાણી પીને જીવી રહી છે. તેણે પાણીને હાથ સુધ્ધા લગાવ્યો નથી. સોફીએ કહ્યું કે, હું મારી દોસ્તની સલાહ પર મારા સ્વાસ્થ્ય પર કામ કરી રહું છું. અત્યાર સુધી સોફી 52 કલાક સુધી કોઈ પણ ફળ કે શાકભાજીના રસ પીધા વગર રહી શકી છે. આગળ તે 10 દિવસ સુધી કોઈ પણ લિક્વીડ લીધા વગર વિતાવવા માગે છે.

ડોક્ટરે ચહેરા પરના સોજા દૂર કરવા પ્લાસ્ટિક સર્જરીની સલાહ આપી હતી
સોફીનું માનવું છે કે, આપણા લોકોના મગજનમાં માત્ર એક જ વાત ઘૂસી ગઈ છે કે પાણી વગર જીવી ન શકાય.  તેણે કહ્યું કે, આપણે આપણી ઈરછાઓ પર કાબુ રાખવાને બદલે પોતાના પર સંયમ રાખવો વધારે જરૂરી છે. મેં જ્યારે  ડ્રાય ફાસ્ટિંગ શરુ કર્યું હતું ત્યારે મને ઘણી તકલીફ પડી હતી. પણ મેં મારા પર કંટ્રોલ રાખ્યો હતો, પાણી સિવાય મારી સાથે એનું ઘણી વસ્તુ હતી. માર ચહેરા પરના સોજા દૂર કરવા માટે મને ડોક્ટરે પ્લાસ્ટિક સર્જરીની સલાહ આપી હતી, પણ મારે કોઈ સર્જરી કરાવવી નહોતી. હું હવે આ  ડ્રાય ફાસ્ટિંગ સબ્જેક્ટ પર વધારે રિસર્ચ કરવા માગું છું. શરીરને હાઈડ્રિડ રાખવા માટે વારંવાર પાણી પીવાની જરૂર નથી. જો તમે પણ એક વાર ડ્રાય ફાસ્ટિંગ શરૂ કરી દેશો તો ખબર પડી જશે કે શરીરને કાર્યરત રાખવા પાણી જરૂરી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો