ઉત્તરાખંડ / ડ્રોને દોઢ કલાકનું અંતર 18 મિનિટમાં પૂરું કરી 30 કિલોમીટર દૂર બ્લડ સેમ્પલ પહોંચાડ્યું

Divyabhaskar.com

Jun 09, 2019, 06:44 PM IST

  • ડ્રોનની વજન ઉપાડવાની ક્ષમતા 500 ગ્રામ છે
  • એક વખત ચાર્જ કર્યા બાદ કુલ 50 કિલોમીટરનું અંતર કાપી શકે છે

અજબ-ગજબ ડેસ્ક: ઉત્તરાખંડમાં પ્રથમ વખત એક હોસ્પિટલથી બીજા સ્વાસ્થ્ય કેન્દ્ર સુધી ડ્રોન દ્વારા બ્લડ સેમ્પલ મોકલવામાં સફળતા મળી છે. શુક્રવારે નંદગાવ જિલ્લાની હોસ્પિટલમાંથી ટેહરી જિલ્લામાં આવેલા એક પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર સુધી ડ્રોનની ટ્રાયલ લેવામાં આવી હતી.

ડ્રોને 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં 18 મિનિટમાં અંતર કાપ્યું હતું. હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રસ્તાના માર્ગે આ સેમ્પલને પહોંચતા આશરે 60 થી 80 મિનિટનો સમય લાગત.

ટેહરી જિલ્લાની હોસ્પિટલના સિનિયર ફિઝિશિયન ડૉ. એસ.એસ પ્રગતિએ કહ્યું કે, આ એક પ્રયોગ હતો. અમે ડ્રોન દ્વારા કોઈ પણ અવરોધ વગર સફળતાપૂર્વક બ્લડ સેમ્પલ પહોંચાડ્યું હતું. આ ટ્રાયલમાં સફળતા મળતાં ભવિષ્યમાં અમે તેનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે. સમયની બચત થતાં મેડિકલ ક્ષેત્રે આ ડ્રોન ઘણું કામ લાગે તેમ છે.

આ ડ્રોનનું નિર્માણ પૂર્વ આઈઆઈટી નિખિલ ઉપાધ્યાયની કંપની સીડી સ્પેસ રોબોટિક્સ લિમિટેડે કર્યું છે.હાલ નિખિલ આવનારી પેઢી માટે વધારે ડ્રોન બનાવી રહ્યા છે. બ્લડ સેમ્પલ લઇ જનારા ડ્રોનની ક્ષમતા 500 ગ્રામની છે. તે ડ્રોન એક વખત ચાર્જ કર્યા બાદ કુલ 50 કિલોમીટરનું અંતર કાપી શકે છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી