વાઇરલ વીડિયો / મુંબઈની ગલીઓમાં શૂટ થતા ચાલુ ટીવી શોમાં કૂતરાંની એક્ટિવા સવારીનો વીડિયો વાઇરલ થયો

Viral video: BBC show gets photobombed by dog riding pillion on bike

  • યુઝરે લખ્યું- આ માત્ર ભારતમાં જ શક્ય છે

Divyabhaskar.com

Dec 10, 2019, 12:42 PM IST

મુંબઈ: હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક કૂતરો એક ભાઈની એક્ટિવા પાછળ ઊભો રહીને મજા લઇ રહ્યો છે. આ કૂતરાંનો કોઈ વાંક નથી તેમ છતાં તે તેના માલિક સાથે ટ્રોલ થઈ રહ્યું છે. ચાલુ ટીવી શોમાં આ બંનેએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.

ટીમ કિમ્બર નામના ટ્વિટર યુઝરે આ વીડિયો શેર કર્યા પછી તે બધાના ધ્યાનમાં આવ્યો હતો. તેણે શેર કરીને લખ્યું છે, ઈન્ડિયાનો સૌથી મોટો ફોટો સ્પોઈલર.

BBC ફિલ્મ શોનો આ વીડિયો છે. આ શોના સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ મુંબઈમાં થયું હતું. શોના હોસ્ટ ટોમ બ્રુક મુંબઈની ગલીઓમાં ચાલુ રિક્ષામાં ભારતની ફિલ્મો વિશે બોલી રહ્યા છે તે જ સમયે તેમની પાછળથી કૂતરો એક્ટિવા પર જતો દેખાઈ રહ્યો છે, તેના બે પગ માલિકના ખભા પર અને બે પગ એક્ટિવા પર મૂકેલા છે. એક યુઝરે લખ્યું કે, આ માત્ર ભારતમાં જ પોસિબલ છે.

X
Viral video: BBC show gets photobombed by dog riding pillion on bike

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી