દરિયાદિલી / કેરળના એક વેન્ડરે તેના ગોડાઉનના બધા કપડાં પૂરગ્રસ્તો માટે દાન કરી કહ્યું- આ જ મારી ઈદ છે

Vendor Donates His Entire Stock To Textiles To Help Kerala Flood Victims and said this is my eid
Vendor Donates His Entire Stock To Textiles To Help Kerala Flood Victims and said this is my eid

Divyabhaskar.com

Aug 12, 2019, 02:49 PM IST

કેરળ: કેરળમાં હાલ પૂરની સ્થિતિ છે. લાખો લોકો બેઘર થયા છે. વિવિધ એનજીઓ અને સંસ્થાઓ લોકોની મદદ કરી રહી છે. સ્વયંસેવકોની ટીમ રાત દિવસ એક કરીને પૂરગ્રસ્તો માટે કપડાં, પાણી, દવા, ફૂડ વગેરે એકઠું કરી રહ્યા છે. પરંતુ તેમનું કહેવું છે કે, 2018ની જેમ આ વર્ષે લોકો એટલી બધી મદદ નથી કરી રહ્યા. તેમ છતાં આ બધાની વચ્ચે એર્નાકુલમના નૌશાદ નામના એક વેન્ડરે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જ્યારે સ્વયંસેવકો તેની પાસે ડોનેશન માગવા ગયા ત્યારે નૌશાદે તેના ગોડાઉનમાં જેટલો કપડાંનો સ્ટોક હતો તે બધો જ દાન કરી દીધો. મલયાલમ એક્ટર રાજેશ શર્મા જે આ ડોનેશન એકઠું કરનારા સ્વયંસેવકોની ટીમમાં હતો, તેણે કહ્યું કે, નૌશાદે અમને કહ્યું કે તેને વાયનાડના પૂરગ્રસ્તો માટે કપડાં આપવા છે, પણ અમને ખબર ન હતી કે તેના ગોડાઉનમાં શું છે.

નૌશાદ તેના ગોડાઉનમાં પડેલ બધો સામાન બેગમાં ભરવા લાગ્યો અને આ જોઈને ત્યાં હાજર તમામ લોકો ઘડીભર શોક થઇ ગયા કે આ વ્યક્તિ તેનો બધો સ્ટોક દાન કરી રહ્યો છે. જ્યારે લોકોએ તેને બધું ન આપી દેવા માટે જણાવ્યું તો પણ તે ન માન્યો અને કપડાં આપવા લાગ્યો. તેણે કહ્યું કે, ‘આ મારી ઈદ છે. જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે આમાંનું કંઈ જ ભેગું નહીં આવે. લોકોની મદદ એ જ મારો નફો છે.’

X
Vendor Donates His Entire Stock To Textiles To Help Kerala Flood Victims and said this is my eid
Vendor Donates His Entire Stock To Textiles To Help Kerala Flood Victims and said this is my eid
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી