તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેલિફોર્નિયાના જંગલોની આગને લીધે બેઘર થયેલા લોકો માટે સોશિયલ વર્કર રેસિડેન્શિયલ વેન બનાવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી વુડીનું ગ્રુપ 65 વેન બનાવી ચૂક્યું છે
  • હાલ તેની પાસે અન્ય 100 વેનનો ઓર્ડર છે

વોશિંગ્ટન: ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગને લીધે 14 હજાર ઘર બળીને ખાખ થઈ ગયા હતા. 50 હજાર લોકોએ પોતાનું ઘર છોડીને બીજે જવું પડ્યું હતું. આ આગને લીધે 85 લોકો મૃત્યુ પણ પામ્યા હતા. ઘર ગુમાવી ચૂકેલા લોકો માટે સામાજિક કાર્યકર્તા વુડી ફેરવ્લોથ રેસિડેન્શિયલ વેન બનાવે છે. હાલમાં જ તે એક વેન કેલિફોર્નિયાના એક વૃદ્ધને આપવા માટે 1900 કિલોમીટર ડ્રાઇવ કરીને ગયા હતા.
વુડીએ કેલિફોર્નિયામાં એવા વિસ્તારની મુલાકાત લીધી, જ્યાં આગની અસર વધારે થઈ હતી. વુડીને લાગ્યું કે, બેઘર થયેલા લોકોને મદદની જરૂર છે. તેણે સોશિયલ મીડિયા પર ગોફંડમી નામનું પેજ બનાવ્યું, જ્યાં યુઝર્સ રૂપિયા ડોનેટ કરી શકે. 
વુડીએ સોશિયલ મીડિયાની મદદથી ખબર પડી કે, 6 વ્યક્તિના એક પરિવારને ઘરની જરૂર છે અને તેણે તેમના માટે રેસિડેન્શિયલ વેન બનાવી. વુડી પોતે કાર ચલાવીને ગ્રાહકને આપવા ગયા હતા. આ સફરમાં તેમની 7 વર્ષની દીકરી પણ તેની સાથે હતી.
હાલ વુડીને 100 રેસિડેન્શિયલ વેન કાર બનાવવાનો ઓર્ડર મળી ગયો છે. અત્યાર સુધી વુડીનું ગ્રુપ 65 વેન બનાવીને ડોનેટ કરી ચૂક્યું છે. તે કહે છે કે, લોકોને ઘર આપવામાં એજ ખુશી છે તેવી ક્યાંય નથી. વુડી હાલ ઘણા વેન માલિકોનો સંપર્ક કરી રહ્યો છે. ત્યારબાદ તે વેનમાં જરૂરી ખર્ચ કરીને જરૂરિયાતમંદ સુધી પહોંચાડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો