ઓરિસ્સા / ટ્રાન્સજેન્ડર રાની કિરણ દેશની પ્રથમ ફાઈવ-સ્ટાર રેટેડ કેબ ડ્રાઇવર બની

  • વર્ષ 2016થી રાનીએ રિક્ષાચલાવવાનું શરુ કર્યું હતું

Divyabhaskar.com

Sep 07, 2019, 09:52 PM IST

પુરી: ઓરિસ્સાના પુરી શહેરની રાની કિરણ દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર કેબ ડ્રાઇવર બની છે. મલ્ટિનેશનલ ટ્રાન્સપોર્ટ કંપની ઉબર કંપનીમાં તે જોડાઈ છે. રેલવે સ્ટેશન અને ટ્રાફિક સિગ્નલ પર પૈસા માગીને જીવન જીવવા બદલે રાનીએ મહેનત કરીને કમાવાનું વિચાર્યું છે.

આની પહેલાં તે રિક્ષા ડ્રાઇવર હતી. સમાજ દ્વારા તેને કોઈ પણ પ્રકારનો સપોર્ટ પણ મળ્યો નહોતો. અમુક સમય પછી તેણે રિક્ષા ચલાવવાનું મૂકી દીધું. ત્યારબાદ તેણે પુરી શહેરની રથ યાત્રામાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે સેવા આપી હતી. રાનીએ કહ્યું કે, વર્ષ 2016થી મેં રિક્ષા ચલાવવાનું શરુ કર્યું, પણ તેનાથી મને કોઈ ફાયદો થયો નહીં. લોકોને મારી રિક્ષામાં બેસવું ગમતું નહોતું. પણ 2017માં મેં રથ યાત્રામાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે સેવા આપી.

રાનીએ કંપનીનું ઇન્ટરવ્યૂ પાસ કરીને પોતાની કાર ખરીદી છે. આ કામની સાથે તે પોતાની કમ્યુનિટીના અન્ય લોકોને પણ પ્રેરણા આપી રહી છે. ઓરિસ્સામાં ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીની મેમ્બર સ્નેહાશ્રીએ કહ્યું કે, રાની મેમને જોઈને મને પણ તેમની જેમ ડ્રાઇવર બનવાની ઈચ્છા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી