તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બારીપદા: ઓરિસ્સાના મયૂરભંજ જિલ્લામાં રહેતા એક ટ્રાફિક પોલીસકર્મી સુરજકુમાર તેમની એક આદતને લઈને પ્રસિદ્ધ થયા છે. સુરજકુમાર છેલ્લાં 10 વર્ષોથી દરરોજ પક્ષીઓને દાણા આપે છે. પક્ષીઓ તેમનો પ્રેમ જોઈને તેમના હાથ અને ખભે બેસી જાય છે. સ્થાનિક લોકો વચ્ચે સુરજકુમાર ‘બર્ડમેન કોપ’ થી પ્રસિદ્ધ થયા છે.
52 વર્ષીય સુરજકુમાર મયૂરભંજના અનેક વિસ્તારોમાં ભૂખ્યા પક્ષીઓને દાણા નાખે છે. સુરજકુમાર ડ્યુટી પર હોય ત્યારે પણ પક્ષીઓ તેમને ઓળખીને તેમના ખભે આવીને બેસી જાય છે. તે જોઈને રાહદારીઓ આશ્ચર્યચકિત બને છે. સુરજકુમારના પક્ષી પ્રેમની અનેક લોકો પ્રશંસા કરે છે.
ભીડ વચ્ચે પણ પક્ષી સુરજને ઓળખી લે છે
પક્ષીઓ સાથેનો સુરજનો સબંધ એવો બંધાયો છે કે પક્ષીઓ દાણા નાખતા પહેલાં જ સુરજને ઓળખી લે છે અને તેમની આજુબાજુ ઉડ્યા કરે છે. સુરજ જણાવે છે કે, ‘હું ખુશ છું કે મને આ પક્ષીઓને લીધે એક નવી ઓળખ મળી છે. હું ગાય અને અન્ય પશુઓને પણ ચારો આપું છુ. તમામ પશુ પક્ષીઓ મારી રાહ જોતા હોય છે. હું તેમને નિરાશ કરી શકતો નથી.’ સુરજના સિનિયર અધિકારીઓ પણ તેમની પ્રશંસા કરે છે. એક અધિકારી અભિમન્યુના જણાવ્યા અનુસાર સુરજ તેમના બધા જ કામ સમયસર પૂરાં કરે છે. તેઓ પોતાની ડ્યુટી પણ ઈમાનદારીથી કરે છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.