છત્તીસગઢ / પર્યાવરણ બચાવવા માટે માટીના વાસણ વાપરીને 16 હજાર લોકોનો ભંડારો કરાવ્યો

To save the environment, a pottery was used to feed 16,000 people
To save the environment, a pottery was used to feed 16,000 people

Divyabhaskar.com

Oct 09, 2019, 09:04 AM IST

રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુરના ભનપુરી વિસ્તારના એક સંગઠને રવિવારે નવરાત્રીના તહેવાર પર શહેરના સૌથી મોટા ભંડારનું આયોજન કર્યું હતું. 16 હજાર લોકોના આ ભંડારામાં ખાવા-પીવા માટે માટીના વાસણોનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભંડારાના મુખ્ય આયોજક શાંતા જાલનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી પ્લાસ્ટિક ખાવાને કારણે ગાયોના મૃત્યુ થતા જોઈ રહ્યા છે. માટે નક્કી કર્યું કે પ્લાસ્ટિકને બદલે માટીના વાસણોનો વપરાશ કરશું. અહીંના મંદિરમાં 2012થી દર વર્ષે ભંડારો થાય છે. જાલ પરિવારનું કહેવું છે કે માટીના વાસણ તૂટી જાય તો તેને ખાડામાં નાખી દઈએ છીએ. તે ચાર-છ દિવસમાં માટી બની જાય છે. કોલકાત્તાથી ફરી એવા જ વાસણ મગાવી લઈએ છીએ.

શાંતા જાલ પર્યાવરણ જાગૃતતા ફેલાવવાનું કામ પણ કરી રહ્યા છે. તેમણે ઘણીવાર પ્લાસ્ટિક બેનની પણ માગ કરી છે. આયુર્વેદ અનુસાર શરીરને રોજ 18 પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વ મળવા જોઈએ જે માત્ર માટીમાંથી મળે છે. એલ્યુમિનિયમના પ્રેશર કૂકરથી ખાવાનું બનાવવાથી 87% પોષક તત્વો નષ્ટ થઇ જાય છે. માટીના વાસણમાં 100% પોષક તત્વ મળે છે. આમાં ખાવાનું ખાવાથી અલગ જ સ્વાદ આવે છે.

X
To save the environment, a pottery was used to feed 16,000 people
To save the environment, a pottery was used to feed 16,000 people
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી