ચીનની હોસ્પિટલમાં ડોક્ટર્સ અને નર્સ દર્દીઓ પોઝિટિવ અને ફિટ રહે માટે ડાન્સ અને કસરત કરાવી રહ્યા છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વુહાન: ચીનના વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાઈરસ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. ચીનમાં મૃત્યુઆંક 1400થી પણ વધી ગયો છે. આ જોખમી વાઈરસથી દુનિયાભરમાં 65 હજારથી પણ વધારે લોકો પ્રભાવિત થયા છે. આ દરમિયાન ડોકટરનું ગ્રુપ દર્દીઓને ફિટ અને પોઝિટિવ રહેવા માટે હોસ્પિટલમાં ડાન્સ કરવાઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં કોરોના વાઈરસ પીડિત દર્દીઓના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે.

ચીનમાં કોરોનાવાઈરસ ફેલાઈ બાદ જાહેર સ્થળો પર ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેવામાં શહેરની મોટાભાગની હોસ્પિટલમાં દર્દીઓને પોઝિટિવ રાખવા માટે ડોક્ટર અને નર્સ તેમને ડાન્સ કરાવી રહ્યા છે. હોસ્પિટલ દર્દીઓને ફિઝિકલ એક્સર્સાઇઝ કરાવી રહી છે. તેઓ તેમના મગજમાંથી કોરોના વાઈરસનો ડર ભગાવવા માટે ડાન્સ કરાવી રહ્યા છે. 

તો બીજી બાજુ વુહાન શહેરમાં ડોક્ટર, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ તેમનું  માથું મુંડન અથવા તો તેમના વાળ કાપીને નાના કરી રહ્યા છે, જેથી કોરોના વાઈરસનો ચેપ લાગે નહીં. 

અન્ય સમાચારો પણ છે...