ઇન્ટરેસ્ટિંગ / ટૂંક સમયમાં દેશ અને દુનિયાનું પ્રથમ સંસ્કૃતભાષાનું છાપું 'સુધર્મા' ગોલ્ડન જુબિલી પૂરી કરશે

The only Sanskrit newspaper to turn 50
The only Sanskrit newspaper to turn 50
The only Sanskrit newspaper to turn 50
X
The only Sanskrit newspaper to turn 50
The only Sanskrit newspaper to turn 50
The only Sanskrit newspaper to turn 50

  • હાલ આ છાપાની મેનેજીંગ ટીમ નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે
  • આજે દેશભરમાં સંસ્કૃત ભાષાનાં ન્યૂઝપેપરની માત્ર 3500 કોપી વેચાય છે
  • એક દિવસનો કુલ ખર્ચો 4000 રૂપિયા છે

Divyabhaskar.com

Jun 13, 2019, 04:57 PM IST

અજબ-ગજબ ડેસ્ક: ગુજરાતી, હિન્દી અને અંગેજી ભાષાનાં ન્યૂઝપેપર વિશે તો તમે માહિતગાર હશો, પણ શું સંસ્કૃત ભાષાનું છાપું ક્યારેય જોયું કે વાંચ્યું છે! કર્ણાટકમાં વર્ષ 1970થી સંસ્કૃત ભાષામાં છાપું છપાય છે. લાખો નહીં પણ ઘણા જૂજ વાચકો આજે પણ સંસ્કૃત ભાષામાં સમાચાર વાંચે છે, પણ આજે દુઃખની વાત તો એ છે કે, જે દેશમાં સંસ્કૃત ભાષાનું આટલું બધું મહત્ત્વ છે, ત્યાં જ તે ભાષાનાં ન્યૂઝપેપરને પૈસાની અછતનો સામનો કરવો પડ્યો છે. આ છાપું આવતા વર્ષે 50 વર્ષ પૂરાં કરી દેશે, પણ અત્યારની પરિસ્થિતિને જોઈને એ પ્રશ્ન થાય છે કે તે ગોલ્ડન જૂબિલી પૂરું કરી શકશે ખરું?

સુધર્મા છાપું

1. સંસ્કૃત ભાષાનાં છાપાની કોણે શરૂઆત કરી ?

કર્ણાટકમાં પંડિત વરદરાજા લ્યેનગર સંસ્કૃત ભાષાનાં જાણકાર હતા. તેમણે વર્ષ 1945માં સંસ્કૃત ભાષામાં ઘણા પુસ્તકો લખ્યાં હતાં. ત્યારબાદ તેમણે દીકરીઓને ફ્રીમાં ભણાવાનું શરૂ કરી દીધું હતું. પંડિત વરદરાજા સંસ્કૃત ભાષાનું મહત્ત્વ સમજાવવા માટે અવારનવાર વર્કશોપનું આયોજન કરતા હતા. દેશના લોકોને સંસ્કૃત ભાષા જાણવા અને વાંચવા માટે પ્રેરિત કરવા માટે તેમણે વર્ષ 1970માં દેશ અને દુનિયાનું પ્રથમ સંસ્કૃત ભાષાનું છાપું 'સુધર્મા' શરુ કર્યું. 1000 કોપી સાથે શરુ કરેલા છાપાની આજે દેશભરમાં 3500 કોપી વેચાય છે.

2. કેવું છે પેપર?

સુધર્મા છાપું A3 સાઈઝના પેજ જેવડું છે. બે પેજના આ છાપામાં 5 કોલમ છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષાનું છાપું ભારત સિવાય દુનિયાના બીજા લોકો પાસે પણ પહોંચે તે માટે વર્ષ 2009થી ઈ-પેપર પણ શરુ કરવામાં આવ્યું છે. પંડિતના મૃત્યુ પછી હાલ આ છાપાનું કામકાજ તેમનો દીકરો કે. વી સંપથકુમાર સાંભળે છે. તેઓ આજે સુધર્મા ન્યૂઝપેપરનાં એડિટર છે. હાલ સંપથકુમાર કપરાં સમયમાંથી પસાર થઈ રહ્યા છે. છાપાને પબ્લિશ કરવા માટે નાણાંની ભીડ વધતી જ જાય છે. તેમણે સરકારને મદદ કરવા માટે વિનંતી કરી છે.

3. એક વર્ષનાં છાપાનાં 500 માત્ર રૂપિયા

ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, સંસ્કૃત ભાષામાં ન્યૂઝપેપર પબ્લિશ કરવામાં સંપથકુમારની પત્ની જયલક્ષ્મી પણ બરાબરનો ફાળો ભજવે છે. હાલ તેમની ટીમમાં 6 સંસ્કૃત ભાષાના સ્કોલર લોકો સિવાય 2-3 સ્ટાફ મેમ્બર છે. જયલક્ષ્મીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, અમે 50 વર્ષ પૂરાં કરવાને ઘણા નજીક પહોંચી ગયા છીએ. સંસ્કૃત ભાષાનું છાપું 'સુધર્મા'નાં વાચકો કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી છે. અમે ન્યૂઝપેપરને પોસ્ટ મારફતે વાંચકો સુધી પહોંચાડીએ છીએ. મોટા ભાગના અમારા ગ્રાહકો લાઈબ્રેરી અને શૈક્ષણિક સંસ્થા છે. વર્ષ દીઠ અમે ગ્રાહકો પાસેથી છાપાનાં માત્ર 500 રૂપિયા વસૂલીએ છીએ.

4. એક દિવસનો કુલ ખર્ચો 4000 રૂપિયા

સુધર્મા છાપામાં કામ કરતા સ્કોલર એક પણ રૂપિયો લીધા વગર કામ કરે છે. સંપથકુમાર આજની તારીખમાં પણ માત્ર પ્રિન્ટિંગ સ્ટાફને જ પગાર આપે છે. આ સિવાય પ્રિન્ટિંગ મશીનની સાચવણીમાં પણ સારો એવો ખર્ચ થઈ જાય છે. જયલક્ષ્મીએ કહ્યું કે, અમારે પેપર, ઇન્ક અને પ્રિન્ટિંગ એમ બધાનો એક દિવસનો કુલ ખર્ચો 4000 રૂપિયા થાય છે. 

5. ગોલ્ડન જૂબિલી

વધુમાં જયલક્ષ્મીએ કહ્યું કે, ન્યૂઝ કોમ્પોઝ કરવા માટે અમે શ્રીલિપિ એપનો ઉપયોગ કરીએ છીએ. અમુક ન્યૂઝ એજન્સી પાસેથી સમાચાર લેવા માટે અમે ઓફિશિયલી રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. એક દિવસના છાપાને તૈયાર કરતા અમને 6થી 7 કલાક લાગે છે. જયલક્ષ્મીનાં સપથકુમાર સાથે લગ્ન થયા બાદ તેણે સંસ્કૃત ભાષામાં મહારત હાંસલ કરી લીધી હતી. તે સમયથી લઈને આજ સુધી તે મેનેજીંગ ટીમનો એક પાર્ટ બની ગઈ છે. દેશના પ્રથમ સંકૃત ભાષાનાં ન્યૂઝપેપરને  50 વર્ષ પૂરાં કરવામાં નાણાકીય રીતે સરકાર મદદ કરે છે કે કોઈ બીજું તે હવે જોવું રહ્યું. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી