જાપાનની આર્ટ સ્ટુડન્ટે રબર બેન્ડમાંથી સામાન્ય કપડાં કરતાં અનેક ગણો લચીલો ડ્રેસ બનાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રબર બેન્ડમાંથી બનાવેલા કપડાંનો ભાર વધારે હોય છે
  • ટ્વિટર પર આ ડ્રેસના વીડિયોને 64 હજારથી વધારે લોકોએ જોયો

જાપાન: તામા આર્ટ યુનિવર્સિટીની સ્ટુડન્ટે રબરમાંથી એવું કંઈક બનાવ્યું છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. રી સાકામોટો અનેક રબર બેન્ડ ભેગા કરીને તેમાંથી ડ્રેસ, જેકેટ અને સ્કર્ટ બનાવ્યાં છે. રીએ આ ડિઝાઈન તેની યુનિવર્સિટીના પ્રોજેક્ટ માટે બનાવ્યો હતો, જેના હાલ દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે.


ટોક્યોની રહેવાસી રીને છેલ્લા પ્રોજેક્ટમાં કંઈક અલગ કરવું હતું. તેને ઘણા દિવસના રિસર્ચ બાદ રબર બેન્ડથી ડ્રેસ બનાવવાનો આઈડિયા આવ્યો. રીનું માનવું છે કે, સામાન્ય લગતા રબરમાંથી આપણે ઘણી બધી સારી વસ્તુ બનાવી શકીએ છીએ.રબર બેન્ડથી બનાવેલા પોશાક ફેબ્રિક મટિરિયલથી વધારે લચીલા હોય છે. રબરને કારણે આ કપડાં વધારે સ્ટ્રેચ કરી શકાય છે. તે દેખાવમાં તો સામાન્ય કપડાં જેવા જ લાગે છે પણ તેનો ભાર થોડો વધારે હોય છે.


રીએ ડ્રેસ બનાવવા માટે એક કલરના રબર બેન્ડ ભેગા કર્યા અને ત્યારબાદ તેની ગાંઠ વાળીને એકબીજા સાથે જોડી દીધા અને આ રબરની બેન્ડની  સિલાઈ કરીને તેને ડ્રેસનું રૂપ આપ્યું.
 

અન્ય સમાચારો પણ છે...