યુપી / ફ્લાય ડાયનિંગ રેસ્ટોરન્ટ, જમીનથી 160 ફીટની ઊંચાઈ પર લોકો ડિનર કરે છે

The Fly Dining Restaurant serves people dinner at a height of 160 feet from the ground
The Fly Dining Restaurant serves people dinner at a height of 160 feet from the ground

Divyabhaskar.com

Oct 09, 2019, 09:04 AM IST

નોઈડા: સેક્ટર 38માં જમીનથી 160 ફીટની ઊંચાઈ પર ફ્લાય ડાયનિંગ ટેબલના ડિનર એડવેન્ચરને લોકો આવકારી રહ્યા છે. આ રેસ્ટોરન્ટ ગ્રાહકો માટે સાંજે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. એક ગ્રાહક માટે ડિનરનો સમય 40 મિનિટ પહેલેથી જ નક્કી છે. ક્રેનની મદદથી હવામાં લટકતા ડાયનિંગ ટેબલ સાથે 24 સીટ અટેચ કરવામાં આવી છે. આ ટેબલની વચ્ચે વેટર અને સ્ટાફ પણ રહે છે.

હવામાં ખાવાનું ખવડાવવાનો વિચાર રેસ્ટોરન્ટ સંચાલક નિખિલ કુમારને બે વર્ષ પહેલાં પોતાની પહેલી દુબઇ ટ્રિપ દરમ્યાન આવ્યો હતો. આ વિચારને તેમને નોઈડામાં સ્થાપિત કર્યો. તેમની સામે સૌથી મોટો પડકાર ગ્રાહકની સુરક્ષાનો હતો. જેથી ગ્રાહક પોતાના એન્ડવેન્ચર સાથે આટલી ઊંચાઈ પર જમવા માટે તૈયાર થાય.

સેફ્ટી પહેલી પ્રાથમિકતા
નિખિલે જણાવ્યું કે, બે વર્ષ પહેલાં આ ફ્લાય ડાયનિંગના સ્ટાફને જર્મનીના એક્સપર્ટ્સે ટ્રેઈન કર્યા હતા. ડાયનિંગની દરેક સીટમાં બકલિંગ લોક જેવા ફીચર છે. ક્રેન સિવાયના તમામ મશીનની રોજ તપાસ કરવામાં આવે છે. આને જર્મનીમાં ટેસ્ટ કરાયા બાદ જ અહીંયા યુઝ કરવામાં આવે છે. ફ્લાય ડાયનિંગ પર ગર્ભવતી મહિલાઓ અને બાળકોને 4 ફીટથી વધુ ઊંચાઈ પર ડિનરની મંજૂરી આપવામાં આવતી નથી.


ફ્લાય ડાયનિંગ પર પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી ચૂકેલ પારુલ ગુપ્તાએ જણાવ્યું કે, આ ઘણો ઉત્સુકતા ભર્યો અને રોમાંચક અનુભવ હતો. એક અન્ય ગ્રાહક વિમ્મી ભાટિયાએ પોતાના બાળકો અને પતિ સાથે અહીંયા કરેલ ડિનરને એકદમ અલગ અનુભવ ગણાવ્યો.

X
The Fly Dining Restaurant serves people dinner at a height of 160 feet from the ground
The Fly Dining Restaurant serves people dinner at a height of 160 feet from the ground
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી