પમ્પકિન ફેસ્ટ / પમ્પકિન ફેસ્ટમાં 803 કિલોગ્રામનાં કોળા માટે દંપતિને 1.60 લાખ રૂપિયાનો પુરસ્કાર મળ્યો

The couple received a reward of Rs 1.60 lakh for 803 kg pumpkin at Pumpkin Festival
The couple received a reward of Rs 1.60 lakh for 803 kg pumpkin at Pumpkin Festival

  • સ્પર્ધામાં વધારે વજન અને સૌથી મોટાં કદના કોળાને ઉગાડનાર સ્પર્ધકને ઈનામ આપવામાં આવે છે
  • આ દંપતિ વર્ષ 1990થી તેમના ખેતરમાં મોટા કદની શાકભાજી ઉગાડવાનો પ્રયાસ કરતા હતા

Divyabhaskar.com

Oct 09, 2019, 09:04 AM IST

ટોરંટો: કેનાડાની બ્રુસ કાઉન્ટિ નજીક આવેલા પોર્ટ એલિગ્ન ગામમાં શનિવારે 33મોં પમ્પકિન ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટમાં લોકો મોટાં કદનું કોળું લઈને સ્પર્ધામાં ભાગ લે છે. સ્પર્ધામાં વધારે વજન અને સૌથી મોટાં કદના કોળાને ઉગાડનાર સ્પર્ધકને ઈનામ આપવામાં આવે છે.

.

તેમાં કેમરોનના જેન અને ફિલ હન્ટ દંપતિ એ 803.54 કિલોગ્રામનું પમ્પકિન એટલે કે કોળું લઈને પહોંચ્યા હતા. સૌથી મોટાં કદનું કોળું લાવીને આ ફેસ્ટિવલમાં તેમણે 3000 કેનેડિયન ડોલર આશરે 1.60 લાખ રૂપિયાનું ઇનામ જીત્યું છે.

જેન જણાવે છે કે, ‘નિશ્ચિત રૂપે આ અમારી ટીમનો જ એક પ્રયાસ છે. આટલા મોટાં કદનું કોળું ઉગાડવા માટે મેં તમામ બિયારણની યોગ્ય રીતે વાવણી કરી હતી. કોળાની આસપાસ ઉગેલા વધારાની વનસ્પતિ પણ હટાવી હતી. ખાતર નાખીને તેના વિકાસ માટે ખૂબ જ મહેનત કરી છે. તેનું પરિણામ તમારી સામે છે.’

વર્ષ 1990થી રેકોર્ડ બનાવવા માગતા હતા
આ દંપતિ વર્ષ 1990થી તેમના ખેતરમાં મોટા કદની શાકભાજી ઉગાડવાનો પ્રયાસ કરતા હતા. આ વર્ષે તેમણે પમ્પકિન ફેસ્ટમાં સૌથી મોટું કોળું રજૂ કરીને પુરસ્કાર હાંસલ કર્યો છે.

X
The couple received a reward of Rs 1.60 lakh for 803 kg pumpkin at Pumpkin Festival
The couple received a reward of Rs 1.60 lakh for 803 kg pumpkin at Pumpkin Festival
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી