કલેક્ટરે તેની ઓફિસમાં પ્લાસ્ટિક કપના ઉપયોગ પર પોતાના પર 5000 રૂપિયાનો દંડ લગાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીડ: મહારાષ્ટ્રના બીડ જિલ્લાના કલેક્ટર આસ્તિક કુમાર પાંડેએ સોમવારે પ્લાસ્ટિક કપના ઉપયોગ પર પોતાના વિભાગની ભૂલ માનીને ખુદ પર  5000 રૂપિયાનનો દંડ લગાવ્યો હતો. 
કલેક્ટર ઓફિસમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને એક પ્રેસ કોન્ફ્રન્સ બોલાવવામાં આવી હતી. અહીં પત્રકારોને ચા આપવા માટે પ્લાસ્ટિકના કપ વાપર્યા હતા. ત્યારે એક પત્રકારે પ્લાસ્ટિક બેન હોવા છતાં તેમાં ચા આપી હોવાથી સવાલ ઉઠાવ્યા હતા. આ સવાલને કલેક્ટરે ગંભીરતાથી લઈને કર્મચારીઓને પ્લાસ્ટિકના કપ હટાવવા માટે કહ્યું હતું. 
આસ્તિકે પોતાના પર 5000 રૂપિયાનો દંડ લગાવ્યો અને કહ્યું કે, આપણે આજે પણ પ્લાસ્ટિકને સંપૂર્ણપણે બેન કરી શક્યા નથી. સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને આજ એપણ દેશના લોકોને જાગૃત કરવાની જરૂર છે.