નોર્થ કોરિયા / 22 વર્ષની પાંગ માત્ર 18 સેકન્ડમાં 5000 આંકડા યાદ કરે છે

The 22-year-old Pang remembers 5000 figures in just 18 seconds

  • ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી મેમરી ચેમ્પિયનશિપમાં નોર્થ કોરિયાએ પહેલીવાર ભાગ લીધેલો
  • નોર્થ કોરિયન ટીમે 7 ગોલ્ડ, 7 સિલ્વર, અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા

Divyabhaskar.com

Aug 12, 2019, 01:43 PM IST

પ્યોંગયાંગ. વિશ્વમાં નોર્થ કોરિયાની ચર્ચા સરમુખત્યાર કિમ જોંગ ઉન અને તેનાં પરમાણુ-મિસાઈલ પરીક્ષણોને લીધે વધારે થાય છે. પરંતુ અહીંના લોકો પાસે પોતાના દેશ પર ગર્વ કરવા માટે અન્ય બીજી વસ્તુઓ પણ છે. સ્મરણશક્તિ (મેમરી)ની બાબતમાં નોર્થ કોરિયા ચઢિયાતું છે. અહીંની 22 વર્ષની પાંગ ઉન સિમ માત્ર 18 સેકન્ડમાં 5 હજારથી વધારે આંકડા યાદ કરી શકે છે. એટલું જ નહીં તે એક મિનિટથી ઓછા સમયમાં ગંજીફાની 52 પાનાંની આખી જોડનો ક્રમ યાદ કરી
તેને ફરીથી એ જ ક્રમમાં ભેગાં કરી લે છે.

વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપમાં આ સિદ્ધિ મેળવી

ગત વર્ષ 2018 ડિસેમ્બરમાં નોર્થ કોરિયા પહેલી વખત વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપમાં સામેલ થયું. તેમાં પાંગે દેશનું પ્રતિનિધિત્વ કર્યું. કોરિયન ટીમે 7 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા. પાંગે કહ્યું કે, આ કામ સરળ નથી. પરંતુ જ્યારે તમે નક્કી કરેલા સમયમાં સારું કરવાનો પ્રયત્ન કરવા લાગો છો ત્યારે તમામ વસ્તુઓ યાદ રહે છે. જોકે એટલું પણ મુશ્કેલ નથી જેટલું લોકો સમજે છે. જો તમે તેમાં મજા લેશો તો એકદમ સહેલું બની જાય છે.

ચેમ્પિયનશિપમાં પાંગ ઓવરઓલ બીજા સ્થાન પર હતી. એણે 5187 બાઇનરી નંબર અને 1772 કાર્ડ્સને એક કલાકની અંદર એ જ ક્રમમાં ગોઠવીને આપી દીધાં.પાંગ ગંજીફાની આખી જોડને માત્ર 17.67 સેકન્ડમાં યાદ રાખીને એ જ ક્રમમાં નવેસરથી ગોઠવી આપે છે. આ વાતનો વર્લ્ડ રેકોર્ડ પણ તેના નામે બોલે છે. પાંગની ટીમમેટ રી સોંગ મી ઓવરઓલ 7મા સ્થાને હતી. એણે 15 સેકન્ડમાં 302 શબ્દ યાદ રાખીને રિકોલ કરી બતાવ્યા હતા.

ચેમ્પિયનશિપની એક ઈવેન્ટમાં 60 મિનિટમાં વધારેમાં વધારે શબ્દો યાદ કરવાનું ટાસ્ક અપાય છે. તેમાં ટોપ 5 ખેલાડીઓમાંથી ત્રણ નોર્થ કોરિયાના હતા.તેમાંથી 2એ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, જ્યારે પાંગે 3240 પોઈન્ટ્સ મેળવ્યા.આયોજકોને છેલ્લી મિનિટ સુધી અપેક્ષા ન હતી કે નોર્થ કોરિયાની ટીમ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ચેમ્પિયનશિપના એક સંસ્થાપક ટોની બુજાને કહ્યું કે, રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થવામાં હતી, ત્યારે જ તેમની ટીમે છેલ્લી ક્ષણે આવીને નામ રજિસ્ટર કરાવ્યું હતું. ચેમ્પિયનશિપ પૂરી થવા આવી ત્યારે સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે 10 ઈવેન્ટમાં નોર્થ કોરિયન ખેલાડી ટોપ 3માં હતા.

નોર્થ કોરિયાઈ ટીમના કોચ ચા યોંગના જણાવ્યા અનુસાર, સ્મરણશક્તિની ટેકનિક બાળકોને મિડલ સ્કૂલથી શીખવાડવામાં આવે છે. વસ્તુઓ યાદ રાખવા માટે અમે ફીલિંગ (લાગણી), ટેસ્ટ (સ્વાદ), મૂવમેન્ટ (ગતિ), ઈમેજિનેશન (કલ્પનાશક્તિ), રાઈમ્સ (જોડકણાં) સહિત જાતભાતની ટ્રિક્સ વાપરીએ છીએ, જેને આપણું મગજ આસાનીથી યાદ રાખી લે છે.

X
The 22-year-old Pang remembers 5000 figures in just 18 seconds
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી