હોંગ કોંગ / 19 વર્ષ જૂનાં જાપાની પેન્ટિંગની હરાજી 10 મિનિટમાં 177 કરોડ રૂપિયામાં થઈ

The 19-year-old Japanese painting was auctioned for 177 crores in 10 minutes

  • આ પેન્ટિંગ માટે 6 લોકોએ બોલી લગાવી હતી
  • જાપાની કલાકર યોશિતોમો નારાએ આ કાર્ટૂન ગર્લ દોરી હતી

Divyabhaskar.com

Oct 09, 2019, 09:36 AM IST

હોંગ કોંગ: શહેરમાં સરકાર વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શન દરમિયાન જાપાનનું એક પેન્ટિંગ 177 કરોડ રૂપિયામાં વેચાયું છે. 'નાઇફ બિહાઇન્ડ બેક' ટાઇટલનું આ પેન્ટિંગનું ઓક્શન સોમવારે મોડર્નસ્ટિક કન્વેક્શન સેન્ટરમાં થયું હતું. 6 લોકોએ આ પેન્ટિંગ માટે બોલી લગાવી હતી જે માત્ર 10 મિનિટમાં જ પૂરી થઈ ગઈ હતી.સોથબી ઓક્શને ધારેલી કિંમત કરતાં 5 ગણી કિંમત માં બોલી લાગી હતી. જાપાની કલાકર યોશિતોમો નારાએ આ કાર્ટૂન ગર્લને વર્ષ 2000માં બનાવી હતી.

ન્યૂડ મહિલાનું પેન્ટિંગ 178 કરોડ રૂપિયામાં વેચાયું

આનો પહેલાં સોથબી ઓક્શન હાઉસે શનિવારે ચીનના આર્ટિસ્ટ સેન્ચૂના એક પેન્ટિંગની હરાજી 178 કરોડ રૂપિયામાં થઈ હતી. આ પેન્ટિંગમાં એક ન્યૂડ મહિલા છે. પેન્ટિંગ માટે કુલ 4 લોકોએ બોલી લગાવી હતી, બોલીની શરૂઆતની કિંમત 134 કરોડ રૂપિયા રાખી હતી. ઉલ્લેખનીય છે કે સોથબી ઓક્શન હાઉસે પાંચ દિવસના ઓક્શનમાં આશરે 20 વસ્તુઓ રાખી હતી.


X
The 19-year-old Japanese painting was auctioned for 177 crores in 10 minutes
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી