થાઈલેન્ડ / હાથીઓ અને વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયામાં આગ પીડિતો માટે પ્રાર્થના કરી

Thai elephants, students march in silence for Australian bushfires

Divyabhaskar.com

Jan 15, 2020, 10:23 AM IST

થાઈલેન્ડ: ઓસ્ટ્રેલિયામાં મહિનાઓથી લાગેલી જંગલની આગમાં હજારો પ્રાણીઓ તેમનો જીવ ગુમાવી ચૂક્યા છે. દુનિયાભરના લોકો આ આગ જલ્દી ઓલવાઈ જાય અને નિર્દોષ પશુ-પક્ષીઓ હોમાતા બચી જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ પ્રાર્થનામાં થાઈલેન્ડની સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ હાથી પણ પાછળ રહ્યા નથી.

‘પ્રે ફોર ઓસ્ટ્રેલિયા’નું પોસ્ટર લઈને હાથી ઓસ્ટ્રેલિયામાં તેમના મિત્રોને બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. પ્રમારી સ્કૂલની વિદ્યાર્થીએ કહ્યું કે, અમે સૌ ઓસ્ટ્રેલિયાના પ્રાણીઓ માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. અમને આશા છે કે, આગ જલ્દી ઓલવાઈ જશે અને દરેક પ્રાણીઓ સુરક્ષિત રીતે જંગલમાં રહી શકશે.

ઈવેન્ટમાં ઓસ્ટ્રેલિયન સ્વયંસેવકે જણાવ્યું કે, અહીંના હાથીઓ સાચેમાં ઉદાસ છે, કારણકે તેમના મિત્રો ઓસ્ટ્રેલિયામાં સુરક્ષિત નથી. હાથી સાઉથ એશિયાનું નેશનલ એનિમલ તરીકે ઓળખાય છે.

X
Thai elephants, students march in silence for Australian bushfires

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી