ઇન્ટરેસ્ટિંગ / ટેસ્લાની કારમાં બગ શોધનાર હેકરને 1 કરોડ રૂપિયા અને ‘મોડેલ 3’ કારનું ઈનામ

Tesla Challenges Pwn2Own Hackers to Find Bugs in Its Connected Cars and Win a Model 3

  • ગયા વર્ષે હેકિંગ ગ્રુપે બગ શોધવા બદલ 24.7 લાખ રૂપિયા અને ટેસ્લા ‘મોડેલ 3’ કાર જીત્યા હતા

Divyabhaskar.com

Jan 15, 2020, 04:52 AM IST

કેનેડા: ઇલેક્ટ્રિક ઓટોમેકર ટેસ્લા કંપની હેકર્સ માટે એક ચેલેન્જ લઈને આવી છે. હેકર્સે ટેસ્લાની ‘મોડેલ 3’ કારમાંથી બગ શોધવાનો રહેશે. દર વર્ષે એલન મસ્કની કંપની એન્યુઅલ હેકર્સ કોમ્પિટિશન રાખે છે. આ વર્ષ "Pwn2Own" નામની કોમ્પિટિશન કેનેડાના વેનકુવર શહેરમાં યોજાવાની છે. બગ શોધી દેનાર સ્પર્ધકને ટેસ્લા મોડેલ 3 કાર અને 7 કરોડ રૂપિયા ઈનામમાં મળશે.

ગયા વર્ષે પણ કંપનીએ આ જ પ્રકારની કોમ્પિટિશન રાખી હતી, જેમાં વિજેતા હેકર્સનું ગ્રુપ 35 હજાર ડોલર એટલે કે 24.7 લાખ રૂપિયા અને ટેસ્લા ‘મોડેલ 3 કાર જીત્યું હતું. ઇલેક્ટ્રિક વ્હીકલ મેકરના રિપોર્ટ પ્રમાણે, આ પ્રકારની હેકિંગ ઈવેન્ટ્સને લીધે કારની સિક્યોરિટી સિસ્ટમ ઈમ્પ્રુવ થાય છે.

X
Tesla Challenges Pwn2Own Hackers to Find Bugs in Its Connected Cars and Win a Model 3

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી