તેલંગાણા / કામારેડ્ડી શહેરનાં કલેક્ટરની પહેલ, 2 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક લાવો અને 6 ઈંડાં મફત લઈ જાઓ

Telangana district is giving 6 eggs for 2 kgs of plastic

  • આ પહેલથી અત્યાર સુધી 14,900 કિલો પ્લાસ્ટિક ભેગું થઈ ગયું છે

Divyabhaskar.com

Nov 07, 2019, 10:29 AM IST

કામારેડ્ડી: તેલંગાણામાં કામારેડ્ડીના ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા માટે એક અનોખો જુગાડ શોધ્યો છે. આ માટે તેમણે 2 કિલો પ્લાસ્ટિક આપવાવાળાને બદલામાં 6 ઈંડાં આપવાની જાહેરાત કરી છે. આ કલેક્ટર સત્યનારાયણની પહેલનાં સૌ કોઈ વખાણ કરી રહ્યું છે.

1 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર 3 ઈંડાં આપવામાં આવે છે
કલેક્ટરે આ માટે કમિટી બનાવી છે, અને ઈંડાંનો જથ્થો રાખવા માટે પણ કહ્યું છે, જેની કોઈ વ્યક્તિ પ્લાસ્ટિક લઈને આવે તો તેને તરત ઈંડાં આપી શકાય. સત્યનારાયણે જણાવ્યું કે, અમને આ અભિયાનથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. છેલ્લાં ત્રણ મહિનામાં ત્રણ નગરપાલિકાએ ભેગા થઈને 14,900 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક ભેગું કર્યું છે. હું આ અભિયાનને પબ્લિક મુવમેન્ટ બનાવવા માગું છું. આ પહેલમાં લોકોને રસ પડે તેવું કરવા અમે ઈંડાંની ઓફર આપી. 2 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર 6 ઈંડાં અને 1 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર અમે 3 ઈંડાં આપીએ છીએ.

X
Telangana district is giving 6 eggs for 2 kgs of plastic
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી