17 વર્ષનો દીકરો માતાને ફ્રિજ ગિફ્ટ કરવા 35 કિલો સિક્કા લઈને શોરૂમ ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રામસિંહ પાસે 2 હજાર રૂપિયા ઓછા હતા તો શોરૂમના માલિકે છૂટ આપી
  • રામસિંહ 12 વર્ષથી ગલ્લામાં સિક્કા ભેગા કરતો હતો

જોધપુર: જોધપુર શહેરના સહારન નગરનન રહેવાસીએ તેની માતાને અનોખી રીતે ગિફ્ટમાં ફ્રિજ આપ્યું છે.  17 વર્ષીય રામસિંહે સવારે ફ્રિજની જાહેરાત જોઈ અને શોરૂમમાં ફોન લગાવ્યો હતો કે, મારી માતાનો જન્મદિવસ છે અને હું ફ્રિજ ગિફ્ટ કરવા માગું છું, પરંતુ હું સિક્કાઓથી જ આ કિંમત ચૂકવી શકું તેમ છે. શોરૂમના માલિકે સિક્કા સ્વીકારવાની હા પાડી દીધી. ત્યારબાદ રામસિંહ એક કોથળીમાં આશરે 35 કિલો વજનના સિક્કા લઈને પહોંચ્યો. આ થેલીમાં એક, બે, પાંચ અને દસ રૂપિયાના સિક્કા હતા.
શોરૂમના સંચાલકે જ્યારે આ રૂપિયા ગણાવ્યા હતા ત્યારે તેમાં ફ્રિજની કિંમત કરતાં 2 હજાર રૂપિયા ઓછા હતા. પણ રામસિંહની ભાવના જોઈને તેમણે 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપતું અને એક ગિફ્ટ પણ તેની માતા માટે આપી.

12 વર્ષથી સિક્કા ભેગા કરતો હતો
રામસિંહે કહ્યું કે, નાનપણથી જ મને ગલ્લામાં રૂપિયા ભેગા કરવાનો શોખ છે. આ ગલ્લો જ્યારે નોટથી ભરાઈ જાય તો તે બધી હું માતાને આપી દેતો જ્યારે સિક્કા સાચવીને મારી પાસે રાખતો. આશરે 12 વર્ષમાં મેં 13,500 રૂપિયાના સિક્કા ભેગા કર્યા છે. આ સિક્કાને લઈને હું માતા માટે ફ્રિજ લેવા ગયો હતો.

મમ્મીને ફ્રિજ લઇ દેવાનું વચન આપ્યું હતું
રામસિંહે તેની માતાને વચન આપ્યું હતું કે, તે રૂપિયા ભેગા કરીને માતાને ફ્રિજ ગિફ્ટ કરશે. રામસિંહની આ ગિફ્ટ જોઈને તેની માતા અને પિતા એમ બંને ખુશ થઈ ગયા. રામસિંહ બીએસસીના પ્રથમ વર્ષનો વિધાર્થી છે, જ્યારે તેના પિતા પ્રોપર્ટી ડીલર છે.