ચીન / કરંટ લાગતાં જ ગેરેજવાળો તરફડિયાં મારવા લાગ્યો, જમીન પર રગદોળાઈને પણ હિંમતપૂર્વક જાતે પ્લગ નીકાળીને જીવ બચાવ્યો

Divyabhaskar.com

Jul 10, 2019, 03:42 PM IST

ચીનના ગુઆંક્ષી પ્રાંતમાં આવેલ નેન્નીંગ શહેરમાં આવેલા ગેરેજના સંચાલકને ઈલેક્ટ્રિક બાઈકની સર્વિસ કરતાં સમયે ભયાનક કહી શકાય તેવો કરંટ આવ્યો હતો. આ આખી દુર્ઘટના પણ ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજમાં જોઈ શકાય છે કે કરંટના લીધે તેની હાલત કેવી કફોડી થઈ હતી. 23 વર્ષીય આ સંચાલકે જેવું ઈલેક્ટ્રિક વોશર હાથમાં પકડ્યું કે તરત જ તેને કરંટ લાગ્યો હતો. જેના લીધે તે આ ઉપકરણ સાથે ચોંટી ગયો હતો. કરંટ આખા શરીરમાં પ્રવેશી જતાં જ તે આમથી તેમ અથડાતાં અથડાતાં નીચે પણ પટકાયો હતો. જો કે આવી ગંભીર હાલત વચ્ચે પણ તે કરંટના ઝટકાઓને સહન કરતાં કરતાં વીજ સપ્લાય માટેના બોર્ડ સુધી પહોંચી ગયો હતો. કરંટનો પ્રવાહ પણ એટલો ભયાનક હતો કે તે સ્વીચ ઓફ પણ નહોતો કરી શકતો. અંતે ભારે મથામણ કરીને તેણે વીજળીનો પ્લગ કાઢી નાખવામાં સફળતા મેળવી હતી. આ 20 સેકન્ડ જેટલા કટોકટીના સમયે તેણે બહાદુરીપૂર્વક પોતાનો જીવ બચાવ્યો હતો. સદનસીબે તેને કોઈ ગંભીર ઈજા પણ નહોતી થઈ. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ સારવાર માટે દાખલ કરાયેલા આ ગેરેજ સંચાલકને કોઈ ગંભીર ઈજાઓ થઈ નહોતી. માત્ર શરીરે અને હાથ પર તેને કરંટના કારણે થોડી ઈજા થઈ હતી .

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી