અનોખી પહેલ / રમતોનાં નામ અને નિયોમોને સંસ્કૃત ભાષામાં બોલનારું દેશનું પ્રથમ રાજ્ય છત્તીસગઢ બન્યું

Divyabhaskar.com

Jun 11, 2019, 04:23 PM IST
sports name and rules in sanskrit in chhattisgarh

  • ક્રિકેટમાં જોરદાર છગ્ગા માટે ષુષ્ટુ પ્રહારઃ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે

અજબ-ગજબ ડેસ્ક: રમતનાં નામ અને નિયમો જો સંસ્કૃત ભાષામાં બોલવામાં આવે તો કેવું અજીબ લાગે નહીં! આવી જ અલગ લાગતી પહેલ છત્તીસગઢે કરી છે. આ રાજ્યમાં ક્રિકેટ, ફૂટબોલ અને વોલીબોલ જેવી રમતના નામ અને નિયમો સંસ્કૃત ભાષામાં બોલવામાં આવશે. આ માટે શબ્દાવલી સંસ્કૃત વિદ્યા મંડલમ્ તૈયાર કરશે.

મુખ્ય હેતુ
સ્કૂલના નવા સત્ર ખુલતાની સાથે જ રમતોના નામ અને નિયમોને વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષામાં બોલે તેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં રમતની સ્પર્ધામાં પણ કોમેન્ટ્રી સંસ્કૃતમાં જ થશે. આમ કરવા પાછળનો રાજ્યનો મુખ્ય હેતુ સંસ્કૃત શિક્ષાને મહત્ત્વ આપવાનો અને રમતમાં પણ સંસ્કૃત ભાષાના પ્રયોગને પ્રોત્સાહિત કરવાનો છે.

રમત સંસ્કૃત નામ
ક્રિકેટ કંદુક ક્રીડા
ફૂટબોલ પાદ કંદુકમ્
બાસ્કેટ બોલ હસ્તપાદ કંદુકમ્
વોલીબોલ અપાદ કંદુકમ્
ટેબલ-ટેનિસ ઉત્પીઠિકા કંદુકમ્
બેડમિન્ટન ખગક્ષેણ ક્રીડા
દોડ ધાવનમ્
કબડ્ડી કબડ્ડી ધ્વનિ ક્રીડા
ખોખો ખો ધ્વનિ ક્રીડા
કુશ્તી મલ્લયુદ્ધમ્

આ રમતો સિવાય સ્થાનિક રમતોનાં નામને પણ સંસ્કૃતમાં રૂપાંતર કરીને તેનો પ્રયોગ કરવામાં આવશે. રમતનાં નામો સંસ્કૃતમાં કેવી રીતે બોલાશે તેની પર પણ હાલ રિસર્ચ ચાલુ છે.

ક્રિકેટમાં સંસ્કૃત ભાષા
ક્રિકેટમાં જોરદાર ફોર માટે સિદ્ધ ચતુષ્કમ્, રન માટે ધાવનાંક, આઉટ માટે નિર્ગતઃ, કેચ માટે ગ્રહણમ્, જોરદાર છગ્ગા માટે ષુષ્ટુ પ્રહારઃ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. બાઉન્ડ્રીની બહાર બોલ જવા પર કંદુક પરિધિ લંઘનમ: બોલવામાં આવશે.

X
sports name and rules in sanskrit in chhattisgarh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી