બ્રાઝિલ / 3 વખત ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફેલ થયેલી માતા માટે તેનો દીકરો તેમનાં જેવો વેશ ધારણ કરી પરીક્ષા પહોંચ્યો

Divyabhaskar.com

Dec 14, 2019, 03:50 PM IST

બ્રાસિલિયા: બ્રાઝિલ દેશમાં એક દીકરાની 60 વર્ષની માતા ડ્રાઈવિંગ લાઇસન્સની પરીક્ષા પાસ જ કરી શકતા નહોતા, આ આથી તેનો દીકરો માતા જેવો વેશ ધારણ કરીને પરીક્ષા આપવા ગયો અને પકડાઈ ગયો. આ વ્યક્તિનું પરાક્રમ સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

43 વર્ષીય હેઇટર શિયાવની 60 વર્ષીય માતા ત્રણ વાર પરીક્ષા આપી ચૂકી છે, પણ તેઓ પાસ જ કરી શકતા નથી. આથી હેઇટર પોતાની માતા જેવા કપડાં, હાથમાં નેઇલ પોલીસ અને મેકઅપ કરીને પરીક્ષા આપવા પહોંચ્યો.

ડ્રાઈવિંગ સીટ પર બેઠેલ વ્યક્તિ એન ફોટો આઈડીની વ્યક્તિ સરખી ન દેખાતા અધિકારીને શંકા ગઈ. તેમણે તપાસ કરી તો માલુમ પડ્યું કે હેઇટર તેની મમ્મીનો વેશ ધારણ કરીને આવ્યો છે. ઇન્સ્ટ્રક્ટરે જણાવ્યું કે, તે ઘણી નેચરલ રહેવાની એક્ટિંગ કરતો હતો, તેણે ઘણો બધો મેકઅપ કર્યો હતો અને ઘરેણાં પણ પહેર્યા હતા. ડ્રાઈવિંગ સ્કૂલે પોલીસેને બોલાવી જ્યાં હેઇટર પોતાનું પરાક્રમ સ્વીકાર્યું. તો બીજી તરફ તેની માતા આ સંપૂર્ણ વાતથી અજાણ હતી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી