જાપાન / બરફમાં રહેતો 1.2 કિલોગ્રામ વજનનો કરચલો 32 લાખ રૂપિયામાં વેચાયો

  • આ કરચલો અત્યાર સુધીનો સૌથી મોંઘો કરચલો છે
  • ઠંડા પાણીમાં મળતા આ કરચલાનું માંસ દવામાં વપરાય છે

Divyabhaskar.com

Nov 08, 2019, 08:49 PM IST

ટોક્યો: ગુરુવારે જાપાનમાં પશ્ચિમ ટોટોરી વિસ્તારમાં બરફમાં રહેતા કરચલાની હરાજી 46 હજાર ડોલર એટલે કે 32 લાખ 66 હજાર રૂપિયામાં થઈ છે. આ કરચલો અત્યાર સુધીનો દુનિયાનો સૌથી મોંઘો કરચલો માનવામાં આવી રહ્યો છે. જાપાનમાં દર વર્ષે લોકો ઠંડીની સીઝનમાં સી ફૂડની પ્રથમ હરાજીની રાહ જોવે છે. આ હરાજીમાં કરચલા ઉપરાંત માછલીઓ પણ હોય છે.

સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, 1.2 કિલોગ્રામ અને 14.6 સેન્ટિમીટર લાંબા કરચલાની કિંમત સાંભળીને અમે સૌ ચકિત થઈ ગયા હતા. ગત વર્ષે કરચલાની 13 લાખ રૂપિયા સુધીની બોલી લાગી હતી, જેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. આ વખતની હરાજી કિંમતે તે રેકોર્ડ પણ તોડી દીધો છે. આ કરચલો દુનિયાનો સૌથી મોંઘો કરચલો બની ગયો છે.

કરચલાને સ્થાનિક દુકાનદારે ખરીદ્યો છે. તેને જાપાનની એક મોંઘી રેસ્ટોરાંને આપવામાં આવશે. સ્નો ક્રેબ મોટા ભાગે ઠંડા પાણીમાં મળે છે. તે એટલાન્ટિક મહાસાગરમાં વધારે મળે છે. તેના પગ ઘણા લાંબા હોય છે અને તેના માંસનો ઉપયોગ દવામાં થાય છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી