દાવો / ગુજરાતમાં વર્ષ 2013 પછી દુનિયાની સૌથી નાની અને દુર્લભ બિલાડી દેખાઈ

smallest cat seen in gujarat

આ બિલાડીની પ્રજાતિ લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે
આની પહેલાં આ બિલાડી વર્ષ 2013માં કચ્છ વિસ્તારોમાં દેખાઈ હતી

Divyabhaskar.com

Jun 11, 2019, 12:39 PM IST

અજબ-ગજબ ડેસ્ક: ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના વનક્ષેત્રમાં દુનિયાની સૌથી નાની અને દુર્લભ બિલાડી જોવા મળી છે. આ વયસ્ક બિલાડીનું બજન આશરે દોઢ કિલોગ્રામ હોય છે. તેનું નામ 'રસ્ટી સ્પોટેડ કેટ' છે. આ સિવાય તેને રાતી બિલાડી પણ કહેવામાં આવે છે. આની પહેલાં આ બિલાડી વર્ષ 2013માં કચ્છ વિસ્તારોમાં દેખાઈ હતી.

વન વિભાગના ડીસીએફ ગંગા ચરણસિંહે જણાવ્યું કે, બિલાડીની આ પ્રજાતિ લુપ્ત થવાને આરે છે. આ પ્રજાતિની બિલાડી મોટા ભાગે વનક્ષેત્ર, ઘાસનાં મેદાન અને પથ્થરીયાળ વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે.

કેવી હોય છે આ રાતી બિલાડી?
બિલાડીના ભૂરા રંગના શરીર પર લાલ ડાઘા અને બદામી રંગની લાઈન હોય છે, જેમાં શરીરનો વચ્ચેનો ભાગ સફેદ કલરનો હોય છે. આ બિલાડીની લંબાઈ 35થી 48 સેન્ટિમીટર સુધીની હોય છે. પૂંછડીની લંબાઈ 15થી 25 સેન્ટિમીટર હોય છે.

'રસ્ટી સ્પોટેડ કેટ' ભારતના ઉપમહાદ્વીપમાં પણ જોવા મળે છે. આ સિવાય દક્ષિણ ભારત, ગુજરાતના અમુક વિસ્તાર, જમ્મુ-કાશ્મીર અને શ્રીલંકામાં પણ જોવા મળે છે. ખોરાકમાં તે નાની ચકલી, સૂક્ષ્મજીવો અને દેડકાં ખાઈને પોતાનું પેટ ભરે છે. આ બિલાડી રાત્રે ઊંઘવાને બદલે આમતેમ ફરતી હોય છે.

X
smallest cat seen in gujarat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી