મલેશિયા / બિલાડીની હત્યા કરવા બદલ આરોપીને 34 મહિનાની જેલ અને 7 લાખ રૂપિયાનો દંડ થયો

પ્રતીકાત્મક ફોટો
પ્રતીકાત્મક ફોટો

  • આરોપીએ ગયા વર્ષે ગર્ભવતી બિલાડીને  લૉન્ડ્રિનાં ડ્રાયરમાં નાખીને મોતને ઘાટ ઉતારી હતી

Divyabhaskar.com

Nov 07, 2019, 12:05 PM IST

કૌલા લુમ્પર: મલેશિયાની કોર્ટે મંગળવારે લૉન્ડ્રિનાં ડ્રાયરમાં ગર્ભવતી બિલાડીને ભરીને હત્યા કરવાના આરોપમાં આરોપીને 34 મહિનાની સજા સંભળાવી છે. આ ઉપરાંત 7 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 42 વર્ષીય કે. ગણેશને કોર્ટે દોષી જાહેર કરીને આ સજા ફટકારી છે. જો તે 7 લાખ રૂપિયાનો દંડ નહીં ભરે તો તેને 4 મહિના વધારે જેલમાં રહેવું પડશે. કોર્ટના ન્યાયાધીશ રાશિહાહ ગઝાલીએ જણાવ્યું કે, અમને આશા છે કે આ સજા પરથી ઘણા લોકને શીખ મળશે. જે લોકો પ્રાણીઓ સાથે ક્રૂરતાભર્યો વ્યવહાર કરશે તેમને આવી જ સજા ફટકારવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગણેશનો અપરાધ ગયા વર્ષે મીડિયાની સામે આવ્યો હતો, જ્યારે તેની વીડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. સીસીટીવી ફૂટેજની મદદથી બિલાડીની હત્યાનો ખુલાસો થયો હતો. આ ઘટનાની માહિતી એક મહિલાએ પોલીસને આપી હતી. ત્યારબાદ પોલીસે ગણેશને શોધીને ધરપકડ કરી હતી.

X
પ્રતીકાત્મક ફોટોપ્રતીકાત્મક ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી