રોયલ જોબ / રોયલ ફેમિલીએ લિન્ક્ડઈન પર સોશિયલ મીડિયા ડિરેક્ટર પોસ્ટની જાહેરાત કરી, વાર્ષિક પગાર 42 લાખ રૂપિયા

Royal Job Alert: Queen Elizabeth Is Looking For A Social Media Director On LinkedIn

  • આ જોબ માટે 24 ડિસેમ્બર સુધી લિન્ક્ડઈન પર અપ્લાય કરી શકે છે
  • રોયલ ફેમિલીના ઇન્સ્ટાગ્રામ પર 69 લાખ ફોલોઅર્સ છે
  • સિલેક્ટેડ કૅડિડેટને બકિંગહામ પેલેસમાં અઠવાડિયાંના 5 દિવસ 37.5 કલાક કામ કરવાનું રહેશે

Divyabhaskar.com

Dec 14, 2019, 12:49 PM IST

લંડન: જો તમે નોકરીની શોધ કરી રહ્યા હોવ, તો રોયલ ફેમિલીની જાહેરાતમાં અપ્લાય કરી શકો છો. લિન્ક્ડઈન (LinkedIn) પર ગુરુવારે રોયલ હાઉસહોલ્ડ તરફથી આ નોકરીની જાહેરાત કરવામાં આવી છે. આ વેકેન્સી રાની એલિઝાબેથ દ્વિતીયની હાજરી સોશિયલ મીડિયા પર જણાવવા માટેની છે. આ પોસ્ટ માટેનો વાર્ષિક પગાર 42 લાખ રૂપિયાથી 47 લાખ રૂપિયાનો છે.

રોયલ ફેમિલીની જાહેરાત https://www.linkedin.com/jobs/view/1644546649/?alternateChannel=search પર છે

રોયલ ફેમિલીની આ વેકેન્સીમાં દુનિયાભરની વ્યક્તિ અરજી આપી શકે છે. રોયલ ફેમિલીના ઇન્સ્ટાગ્રામ પર 69 લાખ ફોલોઅર્સ છે. સિલેક્ટેડ કૅડિડેટને અઠવાડિયાંના 5 દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર 37.5 કલાક કામ કરવાનું રહેશે. જોબનું સ્થળ બકિંગહામ પેલેસ છે. લાયકાત જોવા જઈએ તો, તે વ્યક્તિને ભાષાકીય જ્ઞાન સારું હોવું જોઈએ. કન્ટેન્ટ સારું લખતા આવડવું જોઈએ.સોશિયલ મીડિયાનું અકાઉન્ટ હેન્ડલ કરવાનો અનુભવ હોવો જોઈએ. નેચરલ કોમ્યુનિકેટર હોવો જોઈએ. કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ બાબતે કોન્ફિડન્ટ હોવો જોઈએ.

આ જોબ કરવા માગતા લોકો 24 ડિસેમ્બર સુધીમાં અપ્લાય કરી શકે છે. તેમનું ઇન્ટરવ્યૂ જાન્યુઆરી, 2020માં લેવામાં આવશે.

X
Royal Job Alert: Queen Elizabeth Is Looking For A Social Media Director On LinkedIn

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી