અમેરિકા / હરાજીમાં 181 વર્ષ જૂનો દુર્લભ સિક્કો સાડા ત્રણ કરોડ રૂપિયામાં વેચાઈ શકે છે

Rare half dollar coin could sell for $500K

  • વર્ષ 1838માં આવા માત્ર 20 સિક્કા જ બનાવવામાં આવ્યા હતા
  • આ સિક્કો હાલ્ફ ડોલરનો છે

Divyabhaskar.com

Nov 15, 2019, 03:38 PM IST

મેરીલેન્ડ: અમેરિકામાં બાલ્ટીમોર ઓક્શન હાઉસે સ્ટેક્સ બોવર્સ ગેલેરીમાં 181 વર્ષ જૂનાં હાલ્ફ ડોલરને નીલામી માટે રાખ્યો છે. આ સિક્કાની હરાજી આવતા અઠવાડિયે કરવામાં આવશે. હાલ ઓક્શન હાઉસે તેની કિંમત 5 લાખ ડોલર એટલે કે 3.59 કરોડ રૂપિયા આંકી છે. આ સિક્કો જૂનો છે એટલે મૂલ્યવાન છે, તેવું નથી પણ તે દુર્લભ સિક્કો છે એટલે કિંમતી છે.

સ્મિથસોનિયન ઇન્સ્ટિયૂટનું એવું કહેવું છે કે, વર્ષ 1838માં આવા માત્ર 20 સિક્કા જ બનાવવામાં આવ્યા હતા. જેમાં હાલ દુનિયાભરમાં માત્ર 11 સિક્કા જ છે. આ સિક્કાની એક તરફ મહિલાની છબિ અને બીજી બાજુ ઇગલ બનાવેલું છે.

X
Rare half dollar coin could sell for $500K

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી