વર્લ્ડ રેકોર્ડ / ક્વાન્ટ્સ એરલાઇને દુનિયાની સૌથી લાંબી અને નોનસ્ટોપ પેસેન્જર ફ્લાઇટનો રેકોર્ડ સર્જ્યો

Qantas completes test of longest non-stop passenger flight
Qantas completes test of longest non-stop passenger flight

  • ન્યૂયોર્કથી સિડનીની 16 હજાર કિમીની સફર 19 કલાક 16 મિનિટમાં પૂરી કરી

Divyabhaskar.com

Oct 21, 2019, 09:25 AM IST

સિડની: દુનિયામાં પહેલીવાર એક યાત્રી વિમાને ક્યાંય પણ રોકાયા વિના 16000 કિમીનું અંતર કાપ્યું છે. આ વિમાન અમેરિકાના ન્યૂયોર્કથી ઓસ્ટ્રેલિયાના સિડની સુધી ઉડ્યું હતું. તેણે રવિવારે આ અંતર 19 કલાક અને 16 મિનિટમાં કાપ્યું હતું. તેની સાથે ક્વાન્ટ્સ એરલાઇને દુનિયામાં સૌથી લાંબી અને નોનસ્ટોપ ફ્લાઇટનો રેકોર્ડ પણ સર્જી દીધો હતો. આ વિમાનમાં ક્રૂ સહિત 49 મુસાફરો સવાર હતા.

લાંબી ફ્લાઈટમાં કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે ફ્લાઈટમાં ચાર પાઈલટ હતા જે સમયાંતરે બદલાયા રહ્યાં. અહેવાલ અનુસાર ફ્લાઇટના 6 કલાક પછી યાત્રીઓને વધારે માત્રામાં હાઈ કાર્બોહાઈડ્રેટ ખાવાનું પિરસાયું હતું. ઊંઘ આવે એટલે રોશની પણ ઓછી કરાઈ હતી. ઓન બોર્ડ પરીક્ષણમાં પાઇલટના મગજની એલર્ટનેસના પરીક્ષણની સાથે સાથે યાત્રીઓને પણ યોગ કરાવાયા હતા.

ક્વાન્ટ્સના મુખ્ય કાર્યકારી અધિકારી એલન જોએસે તેને એરલાઇન અને વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્ર માટે ખૂબ જ ઐતિહાસિક ક્ષણ ગણાવી. ઉલ્લેખનીય છે કે ક્વાન્ટ્સ એરલાઇને ગત વર્ષ પર્થથી લંડન માટે પહેલી સીધી ફ્લાઈટ સેવા શરૂ કરી હતી. આ દરમિયાન એરલાઇન્સે 17 કલાકની સૌથી લાંબી નોનસ્પોટ ફ્લાઈટનો રેકોર્ડ બનાવ્યો હતો.

હવે લંડનથી સિડની વચ્ચે નોનસ્ટોપ ફ્લાઇટની તૈયારી
એરલાઇન્સ અનુસાર આગામી મહિને બીજી નોનસ્ટોપ ફ્લાઈટ લંડનથી સિડની(લગભગ 17000 કિમી) વચ્ચે ફ્લાઈટ ઉડાવવાની તૈયારી ચાલી રહી છે. સાથે જ ક્વાન્ટ્સ એ પણ નિર્ણય કરવા વિચારી રહી છે કે 2019ના અંત સુધી કયા રુટ પર ફ્લાઈટ સેવાઓ શરૂ થઈ શકે છે. જો એવું થશે તો નોનસ્ટોપ પ્રવાસી ફ્લાઈટ સેવાઓ 2022 કે 2023થી નિયમિતરૂપે શરૂ કરવામાં આવી શકે છે.

X
Qantas completes test of longest non-stop passenger flight
Qantas completes test of longest non-stop passenger flight

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી