તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાહી પરિવારની પદવી છોડશે પ્રિન્સ હેરી અને મેગન, ઘરના રિનોવેશનમાં ખર્ચ કરેલા 22 કરોડ પણ પાછા આપશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બ્રિટનના પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ શાહી પરિવાર છોડી દીધો છે. આ વસંત ઋતુમાં નવી વ્યવસ્થા લાગૂ પડવાની સાથે જ હેરી મેગન શાહી પરિવારથી અલગ થઈ જશે. અલગ થયા બાદ બંને શાહી ઉપાધિ કે સાર્વજનિક કોષનો ઉપયોગ પણ નહીં કરે. સમગ્ર જાણકારી બ્રિટનના બકિંઘમ પેલેસે શનિવારે આપી હતી. આર્થિક નિર્ભરતા માટે કપલે શાહી પરિવારની પદવી છોડવાની ઈચ્છા જતાવી છે. જેના પર બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયે સમર્થન પણ આપ્યું છે. તેઓ માત્ર ‘ડ્યુક ઑફ સસેક્સ’ હેરી અને ‘ડચેસ ઑફ સસેક્સ’ મેગનના રૂપથી ઓળખાશે. બંને શાહી પદવી ‘હિઝ રૉયલ હાઇનેસ’ અને ‘હર રૉયલ હાઇનેસ’નો ઉપયોગ નહીં કરી શકે. જોકે પ્રિન્સ હેરી બ્રિટિશ શાહી ગાદીના છઠ્ઠા વારિસ રહેશે. દંપતિ વિંડસર કૈસલ સ્થિત ઘરમાં કરેલ રિનોવેશન ખર્ચ 22 કરોડ રૂપિયા પણ પાછા આપશે.

અન્ય સમાચારો પણ છે...