તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Postal Bank Branch, Israel, Big Beersheba Shopping Mall, Cashier, Hand Over All The Cash

ચોરે એવાકાડો ફળને ગ્રેનેડ જેવું રૂપ આપીને સાડા પાંચ લાખ રૂપિયા બેન્કમાંથી ચોરી લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક વખત કરેલી ચોરીથી સંતોષ ન થતા બબ્બેવાર ચોરી કરી

અજબ-ગજબ ડેસ્ક: ઇઝરાયેલમાં એક ચોરે બુદ્ધિની તમામ હદ વટાવીને જોરદાર આઇડિયા વાપરીને બેંકમાં ચોરી કરી છે. ચોરે સાડા પાંચ લાખ રૂપિયાની ચોરી કરી. ચોરી કરવા તેણે બેન્કના કેશિયરને ડરાવવા એનાકાડો ફળનો ઉપયોગ કર્યો હતો. તેણે આ ફળને ગ્રેનેડ જેવું રૂપ આપી દીધું હતું. કેશિયરને પણ પ્રથમ નજરમાં એનાકાડો ફળ ગ્રેનેડ જ લાગ્યું હતું. 

એનાકાડો ફળ

કદમાં ટચુકડું એવું આ ફળ કેલરીથી ભરપૂર હોય છે. બાવીસ ગ્રામનું વજનવાળા એક એવાકાડોમાં 250 થી 280 કેલરી હોય છે, એમાં ફેટનું પ્રમાણ વધુ હોય છે.

આ મહાશય મે મહિનામાં ચોરી કરવાની દાનત સાથે બેન્કમાં પહોચ્યો અને કેશિયરને એક નોટ આપી. નોટમાં લખ્યું હતું કે, જેટલું પણ કેશ છે, તે મને સોંપી દે. ચોરે બીજા હાથમાં  એવાકાડો ફળ બતાવીને કહ્યું કે, પૈસા જલ્દી આ બેગમાં મૂકી દે, નહીં તો આ ગ્રેનેડથી ધમાકો કરી દઈશ. કેશિયર બિચારો ફળને ગ્રેનેડ સમજી બેઠો અને પૈસા ચોરની બેગમાં ભરી દીધા. આ ચોરીમાં તેને 3.09 લાખ રૂપિયા હાથ લાગ્યા હતા.

ચોરને આટલા રૂપિયા ચોરીને  શાંતિ ન મળી, તેણે પાંચ દિવસ પછી ફરીથી પહેલાં કરેલી ચોરી કરવાના આઈડિયાનો જ પ્રયોગ કર્યો. બીજી વખતની ચોરીમાં તેણે 2.32 લાખ રૂપિયા ચોર્યા
હતા.
 
જો કે, થોડા સમય બાદ સીસીટીવી કેમેરામાં તેની આંખો દ્વારા તેની ઓળખાણ થઈ ગઈ હતી. આ મહાશયના નામે ભૂતકાળમાં પણ ચોરી કરવાના રેકોર્ડ છે અને તે જેલની સજા પણ ભોગવી ચૂક્યો છે. ચોરી કરવાનો એવાકાડો ફળને ગ્રેનેડ બનાવવાનો આઇડિયા જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. 
 

અન્ય સમાચારો પણ છે...