લો બોલો / ફ્લાઇટમાં પત્ની આરામથી સીટ પર લાંબી થઈને સુઈ શકે એટલે પતિ 6 કલાક ઊભો રહ્યો

Pic of man standing 6 hours on flight to let wife sleep goes viral

Divyabhaskar.com

Sep 11, 2019, 04:47 PM IST

દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલ એક કપલનો ફોટો ફરી રહ્યો છે, જેમાં પત્ની પ્લેનમાં સીટ પર સૂતી છે અને તેનો પતિ બાજુમાં ઊભો છે. પત્ની આરામથી સીટ પર સુઈ શકે એટલા માટે તે વ્યક્તિ 6 કલાક ફ્લાઇટમાં ઊભો રહ્યો હતો.

આ ફોટો ટ્વિટર પર કર્ટની લી જ્હોન્સને શેર કર્યો છે. યુઝરે લખ્યું છે કે, આ વ્યક્તિની પત્ની સીટ પર શાંતિથી સુઈ શકે એટલે તે 6 કલાક સુધી ઊભો રહ્યો. આને કહેવાય પ્રેમ. જો કે, યુઝરે આ ટ્વીટમાં જગ્યા કે તે કપલનું નામ જણાવ્યું નથી. આ ફ્લાઇટ કઈ એરલાઇન્સની છે તેની પણ કોઈ જાણકારી હજુ સુધી મળી નથી.

ટ્વિટર પર આ પોસ્ટને અત્યાર સુધી 16 હજાર લોકોએ લાઈક આપી છે. એક યુઝરે કમેન્ટ કરી કે, આ વ્યક્તિનો તેની પત્ની પ્રત્યેનો પ્રેમ અવર્ણનીય છે. બીજા યુઝરે લખ્યું કે, આ સ્ટ્રગલ લવ છે.

X
Pic of man standing 6 hours on flight to let wife sleep goes viral
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી