તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Photo Of Mice Squabbling On Subway Platform Wins Prestigious Photography Award

વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર કમ્પિટિશનમાં લોકોએ બે ઝઘડતા ઉંદરોના ફોટોને વોટ આપી વિજેતા બનાવ્યો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 શોર્ટલિસ્ટ થયેલ ફોટોમાંથી ફોટોગ્રાફર સેમ રોલેના ‘સ્ટેશન સ્કોવબલ’ ફોટોને 28,000 લોકોએ વોટ આપ્યા
  • લંડનના અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન પ્લેટફોર્મ પર આ ફોટો લેવા માટે અઠવાડિયું રહ્યા હતા

લંડન: વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર કમ્પિટિશનમાં લુમિક્સ પીપલ્સ ચોઈસ વિનરનો અવોર્ડ સેમ રોલેના ફોટોને મળ્યો છે. તેમના ‘સ્ટેશન સ્કોવબલ’ નામના ફોટોને લોકોએ બાકીના 25 શોર્ટલિસ્ટ થયેલ ફોટોમાંથી વોટ આપી વિજેતા બનાવી છે. લંડનના અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન પ્લેટફોર્મ પર નાના એવા ફૂડના ટુકડા માટે લડતા બે ઉંદરોના આ ફોટોને 28,000 જેટલા લોકોએ વોટ આપ્યા હતા. 


આ ફોટો લેવા માટે ફોટોગ્રાફર એક અઠવાડિયાં સુધી સ્ટેશન પર રહ્યા હતા. તેઓ ત્યાં નીચે ટનલમાં લાઈફ ઓફ ડેસ્પરેશન એટલે કે જિંદગીની ઘેરી નિરાશાને ફોટોમાં કેદ કરવા ઇચ્છતા હતા અને તે તેમને બે ઉંદર અન્નના નાના ટુકડા માટે લડી રહ્યા હતા તેમાં મળી ગયું. આ ફોટો તેમણે મોડી રાત્રે પેટ પર સૂઈને પાડ્યો હતો જેથી પરફેક્ટ લો એન્ગલ વ્યૂ મળે. આ ફોટો ખેંચવા માટે તેમની પાસે જ્યાં સુધી ઉંદરોનો ઝઘડો ન પતે ને બંને છૂટા ન પડી જાય ત્યાં સુધી થોડી સેકન્ડનો જ સમય હતો. 


ફોટોગ્રાફરને આવો ફોટો લેવાનો વિચાર તેના એક ફ્રેન્ડએ મોકલેલ વીડિયો બાદ આવ્યો હતો. નાઈટ આઉટ માટે ઘરેથી નીકળેલ મિત્રએ રસ્તામાં બે ઉંદરો ઝઘડતા હોય તેવો વીડિયો લીધો હતો તેના પરથી સેમને આવો ફોટો લેવાનો વિચાર આવ્યો હતો. એક અઠવાડિયાં સુધી તે સ્ટેશન પ્લેટફોર્મ પર સાંજે જતા અને વહેલી સવાર સુધી બેઠા રહેતા. 


આ કમ્પિટિશનમાં 48,000 જેટલા ફોટોની એન્ટ્રી આવી હતી. આ ઇવેન્ટને નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ દ્વારા ચલાવવામાં આવે છે. વિજેતા બનેલ ફોટોને નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર એક્સિબિશન 31 મે સુધી રાખવામાં આવશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો