ઇનોવેશન / ઠીંગણા લોકો માટેના ‘પેરિસ્કોપ ગ્લાસીસ’, ભીડમાં પણ દૂરથી કાર્યક્રમને નિહાળી શકાશે

Periscope glasses specially for people with short height
Periscope glasses specially for people with short height
Periscope glasses specially for people with short height

  • કંપનીએ આ પેરિસ્કોપ ગ્લાસીસને ‘વન ફુટ ટોલર’ નામ આપ્યું

Divyabhaskar.com

Jun 10, 2019, 07:34 PM IST

અજબ-ગજબ ડેસ્ક: ઓછી હાઈટવાળા લોકોને મોટેભાગે કોઈ કાર્યક્રમ હોય ત્યારે જોવામાં તકલીફ પડતી હોય છે. કારણકે, જો આગળ કોઈ ઊંચી વ્યક્તિ આવી ગઈ તો તેમને કંઈ જોવા મળતું નથી. આ સમસ્યાના ઉપાય માટે ઇંગ્લેન્ડની એક કંપનીએ ‘પેરિસ્કોપ ગ્લાસીસ’ બનાવ્યા છે. ‘ડોમિનિક વિલકોક્સ’ નામની કંપનીએ આ પેરિસ્કોપ ગ્લાસીસને ‘વન ફુટ ટોલર’ નામ આપ્યું છે. આ ચશ્માંની મદદથી ભીડમાં પણ ઓછી હાઈટવાળી વ્યક્તિ કોઈ લાંબા વ્યક્તિની પેલે પારનું પણ જોઈ શકશે.

‘વન ફુટ ટોલર’ પેરિસ્કોપ ગ્લાસીસને 45 ડિગ્રી એન્ગલ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેમાં મિરરવાળી એક્રેલિકની શીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચશ્માંની મદદથી વ્યક્તિ છેલ્લે ઊભી રહીને પણ કોઈપણ કાર્યક્રમ આરામથી જોઈ શકશે.

X
Periscope glasses specially for people with short height
Periscope glasses specially for people with short height
Periscope glasses specially for people with short height
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી