દંડ / ચાઈનીઝ અબજપતિની પત્નીએ 143 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું, પણ તેમાં રહેવા ન ગયા માટે 1.4 કરોડ રૂપિયાનો દંડ થયો

Penalty for leaving home empty in Canada

  • હે યિજુ નામની મહિલાએ બેલમોન્ટ એવેન્યૂ વિસ્તારમાં 2015માં દરિયાના વ્યૂવાળું ઘર ખરીદ્યું
  • 2018માં વેનકૂવરની સરકારે એમ્પ્ટી હોમ ટેક્સ લાગૂ કર્યો 
     

Divyabhaskar.com

Jul 11, 2019, 06:20 PM IST

વેનકૂવર: કેનેડાના વેનકૂવર શહેરમાં ચીની અબજપતિની પત્નીએ 143 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું હતું. પરંતુ તે ત્યાં રહેવા ગયા ન હતા. તે કારણસર વેનકૂવર પ્રશાસને તેમના પર 1.4 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તે ઘર હંમેશાં ખાલી જ રહેતું હતું માટે તેના માલિકને દંડ ફટકારવામાં આવ્યો છે. મૂળ વાત એમ છે કે 2018માં વેનકૂવરની સરકારે એમ્પ્ટી હોમ ટેક્સ લાગૂ કર્યો છે.

આ એમ્પ્ટી હોમ ટેક્સ મુજબ જે ઘર ખાલી રાખવામાં આવે તેના પર ઘરની કુલ કિંમતના 1% જેટલી રકમ દંડ પેટે ભરવી પડશે. 2015માં હે યિજુ નામની મહિલાએ બેલમોન્ટ એવેન્યૂ વિસ્તારમાં દરિયાનો વ્યૂ મળે એ મુજબનું ઘર ખરીદ્યું હતું. હે યિજુના પતિ ઝેન ઝિયાંગ ચીનના નેશનલ પીપલ્સ કોંગ્રેસના નેતા છે. ફોર્બ્સ મુજબ આ દંપતીની નેટવર્થ 9475 કરોડ રૂપિયા છે. જોકે, યિજુએ નોટિસ વિરુદ્ધ બ્રિટિશ કોલમ્બિયા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી જણાવ્યું કે, ઘર ભલે ખાલી રહ્યું હોય પણ તેમાં રિનોવેશનનું કામ ચાલું છે.

X
Penalty for leaving home empty in Canada

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી