પહેલ / દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસમાં પેસેન્જરને બાયોડિગ્રેડબલ વોટર બોટલ મળશે

Passenger gets biodegradable water bottle at Tejas Express, the country's first private train

  • આ બોટલનો ખર્ચ સામાન્ય બોટલ બનાવવાના ખર્ચ કરતાં 15 પૈસા જ વધારે છે
  • રેલવે યાત્રીઓને રોજની 1500 બોટલ સર્વ કરાશે

Divyabhaskar.com

Oct 09, 2019, 05:45 PM IST

લખનઉ: દિલ્હી અને લખનઉ વચ્ચે દેશની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ શરુ થઈ ગઈ છે. આ ટ્રેનમાં પ્રથમવાર બાયોડિગ્રેડબલ વોટર બોટલ એટલે કે નષ્ટ થઈ જાય તેવી બોટલમાં પાણી સર્વ કરવામાં આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને રેલવે વિભાગે આ પહેલ કરી છે.

IRCTCના લખનઉ રિજિયનના ચીફ રિલિજનલ મેનેજર અશ્વિની શ્રીવાસ્તવે કહ્યું કે, તેજસ એક્સપ્રેસમાં આવતા અને હતા એમ બંને રૂટમાં રોજની ઓછામાં ઓછી 1500 બાયોડિગ્રેડબલ વોટર બોટલ પેસેન્જરને સર્વ કરવામાં આવશે. જો કે આ બોટલ હજુ સુધી કેટલા મહિનામાં ડિકોમ્પોઝ થશે તેની ખબ નથી પણ તેની પર અમુક દિવસો સુધી નજર રાખવામાં આવશે. ત્યારવાદ બોટ ડિકોમ્પોઝનો કરેક્ટ સમય ખબર પડી જશે.

આ બોટલનું મેન્યુફેક્ચર IRCTCએ મુંબઈના બોટલિંગ પ્લાન્ટમાં કર્યું છે.આ બોટલને લઈને IRCTC ટ્વીટ પણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ બોટલને બનાવવાનો ખર્ચ સામાન્ય બોટલ કરતાં માત્ર 15 પૈસા વધારે છે.

X
Passenger gets biodegradable water bottle at Tejas Express, the country's first private train

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી