તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચાયતે 12 ગામડાંમાંથી 70 લાખ ભેગા કરી 300 હોનહાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જુલાના: બુઢાખેડા લાઠરની પંચાયતે રવિવારે 12 ગામડાંમાંથી 70 લાખ જેટલા પૈસા એકઠા કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોના સન્માનમાં એક કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં સરકારી સ્કૂલમાં ભણનારા 300 વિદ્યાર્થીઓ અને 200 શિક્ષકોને ટેબ્લેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા. 

આ સિવાય 300 બાળકોનાં માતા-પિતાને ચાદર, બેગ અને બુક્સ ભેટ સ્વરૂપે આપવામાં આવી. ચીફ ગેસ્ટ પંજાબ અને હરિયાણાના પૂર્વ જસ્ટિસ એસએસ સરોએ કહ્યું કે, ગ્રામીણ ક્ષેત્રમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા જુલાના ગામે અનોખી પહેલ શરૂ કરી છે. 

સરપંચ કવિતાદેવીએ કહ્યું કે, સરકારી સ્કૂલોમાં ટોપ થ્રી અને એવા વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવશે જેમણે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં 80%થી વધુ માર્ક મેળવ્યા છે. જેથી સરકારી શાળામાં શિક્ષણને પ્રોત્સાહિત કરી શકાય. આ માટે અભિયાન ચલાવીને એક મહિનાની અંદર ફંડ એકત્ર કરવામાં આવ્યું.