તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • On The Ticket Of 200 Rupees, The Farmer Got A Lottery Of 12 Crores, After Depositing Tax, Rs 7.2 Crores. Will Meet

કેરળમાં એક વ્યક્તિને 12 કરોડ રૂપિયાની લોટરી લાગી, ટેક્સ બાદ થયા બાદ 7.2 કરોડ રૂપિયા મળશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

કુન્નુર: કેરળમાં કુન્નુરમાં 58 વર્ષીય પેરૂન્નન રાજનને 12 કરોડ રૂપિયાની લોટરી લાગે છે. રાજને લોટરીની ટિકિટ 200 રૂપિયામાં ખરીદી હતી. 10 ફેબ્રુઆરીના રોજ રિઝલ્ટ અનાઉન્સ થયું હતું. આ ક્રિસમસ ન્યૂ યર બમ્પર લોટરી કેરળ સરકારની છે. એજન્સી કમિશન અને ટેક્સ બાદ કર્યા બાદ રાજનના ખાતામાં 7.2 કરોડ રૂપિયા આવશે.


બીજી પ્રાઈઝ 5 કરોડ રૂપિયા છે જેને 10 વિજેતાઓ વચ્ચે સરખેભાગે વહેંચવામાં આવશે. ત્રીજી પ્રાઈઝ એક કરોડ રૂપિયા છે જેને પણ 10 લોકો વચ્ચે સરખેભાગે વહેંચવામાં આવશે. આ સિવાય બીજી નાની નાની પ્રાઈઝ પણ છે. અગાઉ રાજન લોટરીમાં 1000, 2000 અને 5000 રૂપિયા જીતી ચૂક્યો છે. જોકે તેનું કહેવું છે કે લોટરીની તમને આદત ન પડવી જોઈએ તેને સમજદારીથી ખરીદવી જોઈએ.

દીકરીના ભણતર માટે પૈસા વાપરશે 
રાજન પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં હંમેશાં લોટરીની ટિકિટ ખરીદતા હતા. તેણે કહ્યું કે, મારું માનવું છે કે એક દિવસ નસીબ જરૂર ઊઘડે છે. આ પૈસાથી તેઓ જૂની લોનની ભરપાઈ કરશે અને ત્યારબાદ તેની દીકરીના ભણતરમાં પૈસા વાપરશે. તેણે કહ્યું કે તે અમુક જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરવા ઈચ્છે છે. મેં મહેનત કરીને રૂપિયા કમાતા શીખ્યા છે માટે હું પૈસા વેડફીશ નહીં. રાજનના ઘરમાં તેની પત્ની, બે દીકરી અને એક દીકરો છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો