• Home
  • Youth Zone
  • Interesting
  • Olga Misik, 17, reads Russia's constitution against the Putin government police force, saying it is illegal to arrest protesters

મોસ્કો / 17 વર્ષની ઓલ્ગા મિસિકે પુતિન સરકારની પોલીસ ફોર્સ સામે રશિયાનું બંધારણ વાંચ્યું, કહ્યું-પ્રદર્શનકારીઓની ધરપકડ કરવી ગેરકાયદેસર છે

Olga Misik, 17, reads Russia's constitution against the Putin government police force, saying it is illegal to arrest protesters

  • સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટોને ઈન્ટનેટનો સૌથી પાવરફુલ ફોટો કહી રહ્યા છે
  • 27 જુલાઈએ પોલીસે 1000 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી
  • શહેરમાં સ્વતંત્ર ચૂંટણી માટે લોકોએ પ્રદર્શન કર્યું હતું
  • ઓલ્ગાનાં પિતા પુતિનના ફેન છે

Divyabhaskar.com

Aug 03, 2019, 04:40 PM IST

મોસ્કો: આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રશિયાના મોસ્કો શહેરમાં 'સિટી કાઉન્સિલ'ની ચૂંટણી થવાની છે. આ ચૂંટણીને લઈને મોસ્કોના રસ્તાઓ પર હજારો લોકો સ્વતંત્ર ચૂંટણી માટે કોઈ અનુમતિ વગર પ્રદર્શન કર્યું હતું. 27 જુલાઈએ રશિયન પોલીસે 1000થી પણ વધારે સ્થાનિકોની પ્રદર્શન કરવા બાબતે ધરકપડ કરી હતી. પોલીસનાં આ કૃત્યનો વિરોધ કરવા માટે 17 વર્ષની ઓલ્ગા મિસિક આગળ આવી હતી. ઓલ્ગાએ રશિયાની શસ્ત્રોથી સજ્જ પોલીસ સામે બેસીને રશિયાનું બંધારણ વાંચીને સંભળાવ્યું હતું. આ ફોટાને સોશિયલ મીડિયા યુઝર્સ ઈન્ટનેટનો સૌથી પાવરફુલ ફોટો કહી રહ્યા છે.

'અમને રેલી કરવાનો હક છે'
ઓલ્ગાએ કરેલા કામ બદલ તેની 12 કલાક માટે ધરપકડ કરવામાં આવી હતી. ઓલ્ગાએ કહ્યું કે, અમને શાંતિપૂર્ણ અને હથિયારો વિનાની રેલી કે મીટિંગનું આયોજન કરવાનો હક છે. હું હથિયારથી ડરનારી નથી. હું પોલીસને યાદ કરાવવા માગું છું કે, હું શાંતિપૂર્ણ ઉદેશ્યો સાથે હથિયારો વિના આવી છું. પરંતુ તે લોકો સાથે હથિયાર છે.

'પોલીસે 1000 પ્રદર્શનકારીઓની ધરપકડ કેમ કરી?'
'બંધારણ પ્રમાણે પોલીસે પ્રદર્શનકારીઓની જે રીતે ધરપકડ કરી રહી છે, તે ગેરકાયદેસર છે. અન્યાય હંમેશાં લોકોને હેરાન કરે છે. તે વિચારવું મૂર્ખતા ભરેલું ગણાશે કે, આ પ્રદર્શન માત્ર સ્વતંત્ર ચૂંટણી કે ઉમેદવારોના ચૂંટણીમાં ભાગ લેવા બાબતે છે. આ રેલી બંધારણના અધિકારોની રક્ષા માટે છે. પોલીસે 1000 લોકોની ધરપકડ કરવા પાછળનું કારણ કે આધાર જણાવ્યો નથી. પોલીસે મારા હાથ અને પગ પકડીને મને ઘસેડી. મેં તેમને બૂમો પાડી કે મને વાગી રહ્યું છે. જવાબમાં તે લોકોએ કહ્યું કે, અમને ખબર છે અમારે શું કરવું જોઈએ.'

ઓલ્ગાનાં શબ્દો સાંભળી તેને તાળીઓથી વધાવી લીધી
17 વર્ષની ટીનેજરના આ શબ્દોએ દુનિયાભરના લોકોનાં દિલ જીતી લીધા છે. ઓલ્ગાએ તેની આજુબાજુ કોણ ઉભું છે તેનથી ડર્યા વગર પોતાની અને બીજા અનેક સ્થાનિકોની વાત પોલીસ સામે મૂકી હતી. ઓલ્ગાના શબ્દો સાંભળીને એક સમય માટે તો ચારેબાજુ સન્નાટો છવાઈ ગયો અને તાળીઓથી તેને વધાવી લીધી હતી. અચાનક એક પત્રકાર આવ્યો અને ઓલ્ગાની સામે કેમેરા મૂકી દીધો.

'પાવરફુલ ફોટો ઓફ ધ ઇન્ટરનેટ'
ઓલ્ગાએ કહ્યું કે, રાયટ પોલીસે પ્રદર્શનકારીઓને ધક્કો માર્યો પણ મેં બંધારણને વાંચવાનું ચાલુ રાખ્યું હતું. ફોટોગ્રાફર એલેક્સી એબેનીને ક્લિક કરેલો ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. આ ફોટામાં બુલેટપ્રૂફ જેકેટ પહેરેલી ઓલ્ગાએ હાથમાં રશિયાનું બંધારણ પકડ્યું છે. તેની પાછળ રાયટ પોલીસનો કાફલો ઊભો છે.

ઓલ્ગાનાં પિતા પુતિનના ફેન છે
ઓલ્ગાએ આ વર્ષે જ હાઇસ્કૂલ પૂરું કર્યું છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, ઓલ્ગાના માતા-પિતા પ્રદર્શનોથી ઘણા દૂર ભાગે છે. ઓલ્ગાએ કહ્યું કે, મારી માતા મારી વિરોધી છે. તે મને રેલીમાં મોકલવા માટે ડરે છે અને મારા પિતા રાષ્ટ્રપતિ પુતિનના બહુ મોટા ફેન છે. પિતાના મતે દેશ ચલાવવા માટે પુતિન યોગ્ય વ્યક્તિ છે. તે પ્રદર્શનકારીઓને નફરત કરે છે.

'મારે મોટા થઈને પત્રકાર બનવું છે'
ભવિષ્યના પ્લાન વિશે ઓલ્ગાએ કહ્યું કે, મારે મોસ્કોની યુનિવર્સિટીમાંથી જર્નલિઝમમાં ગ્રેજ્યુએટ કરવું છે. અભ્યાસ પૂરો કર્યા પછી ઓલ્ગાને પોલિટિક્સ અને હ્યુમન રાઇટ્સની હકીકત પર બુક લખવી છે.

X
Olga Misik, 17, reads Russia's constitution against the Putin government police force, saying it is illegal to arrest protesters
Olga Misik, 17, reads Russia's constitution against the Putin government police force, saying it is illegal to arrest protesters
Olga Misik, 17, reads Russia's constitution against the Putin government police force, saying it is illegal to arrest protesters
Olga Misik, 17, reads Russia's constitution against the Putin government police force, saying it is illegal to arrest protesters
Olga Misik, 17, reads Russia's constitution against the Putin government police force, saying it is illegal to arrest protesters
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી