વાઇરલ વીડિયો / 2 વર્ષની બાળકીએ ‘લગ જા ગલે...’ સોન્ગ ગાયું, યુઝરે લખ્યું-વાહ, શું અવાજ છે !

Old Video of 2-Year-Old Singing Lata Mangeshkar's 'Lag Jaa Gale' Takes Social Media by Storm

  • આ વીડિયોને અત્યાર સુધી 10 હજાર લોકોએ જોયો છે 

Divyabhaskar.com

Dec 03, 2019, 12:38 PM IST

મુંબઈ: સોશિયલ મીડિયામાં હાલ એક 2 વર્ષની બાળકીનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. 2 વર્ષની ઉંમરના બાળકોને વ્યવસ્થિત બોલતા પણ આવડતું નથી હોતું, તેવામાં આ નાનકડી બાળકીએ ફેમસ સિંગર લતા મંગેશકરનું ફેમસ સોન્ગ ‘લગ જા ગલે...’ ગાઈ સંભળાવ્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર પ્રજ્ઞામહેતા11 નામના અકાઉન્ટ પર આ વીડિયો શેર થયો છે. અકાઉન્ટ પરથી એવું જણાય છે કે આ અકાઉન્ટ તેની માતા હેન્ડલ કરી રહી છે અને આ બાળકીનું નામ પણ પ્રજ્ઞા હોઈ શકે છે, લગ જા ગલે સોન્ગના વીડિયોને અત્યાર સુધી 10 હજાર લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પ્રજ્ઞાના વખાણ કરતા થાકતા નથી, એક યુઝરે કમેન્ટ કરી કે, આ બાળકી જન્મથી સિંગર છે, તેનો વોઇસ કર્ણપ્રિય છે.

X
Old Video of 2-Year-Old Singing Lata Mangeshkar's 'Lag Jaa Gale' Takes Social Media by Storm

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી