તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Noida, Metro Police, Driver Uber Cab Dial 100, Taking Urgent Action With DND To Stop Cab

પોલીસે 15 લાખ રૂપિયાના દાગીના ભરેલું પર્સ કેબનું લોકેશન ટ્રેસ કરીને યુવતીને પરત સોંપ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્ક: દુનિયામાં ભલા અને મદદગાર માણસોની કોઈ કમી નથી. નોઇડામાં પોલીસની મહેનતને લીધે એક યુવતીનું કેબમાં ભૂલાઈ ગયેલું પર્સ મળ્યું. યુવતીની બેગમાં 15 લાખ રૂપિયાના દાગીના હતાં. ઉતાવળને લીધે તે બેગ કેબમાં જ ભૂલી ગઈ હતી. તેણે ડ્રાઇવરનો સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પણ બેગનો કોઈ અતોપતો મળ્યો નહીં.

આ ઘટના રવિવારે સાડા નવ વાગ્યા આસપાસ બની હતી. સેક્ટર-77માં રહેનારી રુમેલા સેન તેના મિત્ર અભિનવ સાથે 15 લાખ રૂપિયાના દાગીના લઈને મેટ્રો સ્ટેશન તરફ જઈ રહી હતી. સ્ટેશન સુધી પહોચવા તેમણે ઉબર કેબનો ઉપયોગ કર્યો હતો. સ્ટેશન પર પહોંચતા રુમેલાને ખબર પડી કે, તે બેગ તો કેબમાં જ ભૂલી ગઈ છે. નોઇડામાં આટલી રાત્રે કેબ ગોતવી એ કોઈ મુશ્કેલ કામથી ઓછું નહોતું અને ડ્રાઇવર પણ ફોન રિસીવ નહોતો કરતો. રુમેલાએ પોલીસને જાણ કરી. ઉબર કંપનીએ તે કેબનું લોકેશન પોલીસને આપ્યું હતું.

પોલીસે કેબનું લોકેશન ટ્રેસ કરીને યુવતીને તેની બેગ પરત સોંપી દીધી હતી. રુમેલા અને અભિનવે બેગ મળી જતા પોલીસનો આભાર માન્યો.