ઇન્ટરેસ્ટિંગ / ચીનમાં 24 માળની 99 મીટર ઊંચી લાકડાની ઇમારત બની, જેમાં 150થી વધુ રૂમ છે

traditional Shui-style wooden building in SW China's Guizhou

  • ઇમારત સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી છે
  • બિલ્ડિંગ બનાવવામાં બે વર્ષનો સમય લાગ્યો 

Divyabhaskar.com

Jun 16, 2019, 12:54 PM IST

અજબ-ગજબ ડેસ્ક: ચીનના ગુઇઝોઇ પ્રાંતના યિંગશાન શહેરમાં લાકડાની બિલ્ડીંગ બની છે.. અહીં એક બિલ્ડરે 24 માળની ઇમારત બનાવી છે. તે 99.9 મીટર ઊંચી છે. તેમાં 150થી વધુ રૂમ છે.

ઇમારત સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી છે. તેની છત અને દીવાલો લાકડાની બનેલી છે જ્યારે પિલર્સમાં કોંક્રીટનો ઉપયોગ કરાયો છે. ઇમારત બનાવવા દેવદારનું લાકડું ઉપયોગમાં લેવાયું છે. છતના ઉપરના ભાગમાં કબેલૂ અને દેવદારની છાલનો ઉપયોગ કરાયો છે. જોકે, હજુ સુધી આ ઇમારત સંપૂર્ણપણે ખાલી છે પણ તેને લોકોના ઉપયોગ માટે ખોલી દેવાઇ છે. તેને જોવા માટે આસપાસના લોકો અને વિદેશી પર્યટકો પહોંચી રહ્યા છે. આર્કિટેક્ટ સુઇ હેંગએ જણાવ્યું કે, બિલ્ડિંગ બનાવવામાં બે વર્ષનો સમય લાગ્યો છે. તેની ડિઝાઇન ત્રણ વર્ષ અગાઉ ફાઇનલ કરી લેવાઇ હતી પણ તૈયારીમાં જ એક વર્ષ લાગી ગયું.

X
traditional Shui-style wooden building in SW China's Guizhou

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી