ઓસ્ટ્રેલિયા / પોતાની બહેનને રોજ હોસ્પિટલ લઈ જવા માટે 75 વર્ષની વૃદ્ધાએ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવડાવ્યું

The 75-year-old obtained a driving license to take her sister to the hospital daily

  • આ વૃદ્ધાએ ક્યારેય કમ્પ્યુટર પણ વાપર્યું નહોતું

Divyabhaskar.com

Sep 14, 2019, 10:57 AM IST

સિડની: ઓસ્ટ્રેલિયામાં પોર્ટ હેડલેન્ડ શહેરની રહેવાસી વિન્ની સેમ્પીએ પોતાની બહેનને હોસ્પિટલ લઇ જવા માટે 75 વર્ષની ઉંમરમાં ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવ્યું છે. લાયસન્સ આપવામાં મદદ કરનાર બ્લડવુડ ટ્રી એસોશિયેશને સોશિયલ મીડિયા પર વિન્નીની સ્ટોરી પોસ્ટ કરી છે.

ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, લાઇસન્સ હાંસલ કરનાર વિન્ની હવે તેની મોટી બહેનને રોજ હોસ્પિટલ, શોપિંગ કરવા અને બીચ પર ફરવા લઇ જવા સક્ષમ છે. તેઓ આ ઉંમરે પણ કોઈ પાસે લિફ્ટ માગતા નથી કે કોઈ ટેક્સી પણ વાપરતા નથી. તેઓ પોતાની કારમાં જ બહેન સાથે ફરે છે. 75 વર્ષની ઉંમર સુધી તેમણે ક્યારેય કમ્પ્યુટર વાપર્યું નથી પણ લાઇસન્સ માટે કમ્પ્યુટર પરીક્ષા પાસ કરી લીધી છે. જો કે, જે દિવસે તેમનો ડ્રાઈવિંગ ટેસ્ટ હતી ત્યારે તેઓ નર્વસ હતા પણ થોડા સમય પછી તે નોર્મલ થઈ ગયાં હતાં. તો બીજી તરફ વિન્નીએ લાયસન્સ અપાવવા બદલ બ્લડવુડ ટ્રી એસોશિયનનો આભાર માન્યો હતો.

X
The 75-year-old obtained a driving license to take her sister to the hospital daily
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી