સાઉદી અરેબિયા / રસ્તા પર મહિલાઓ બુરખા વિના ફરી રહી છે, કહ્યું પ્રિન્સે મુક્તિ આપી છે, તમને શું તકલીફ છે?

Saudi Arabia: Women campaigned against Burqa on social media

Divyabhaskar.com

Sep 14, 2019, 11:11 AM IST

રિયાધ: સાઉદી અરબમાં મહિલાઓ બુરખા વિના ઘરમાંથી નીકળી રહી છે. શુક્રવારે રાજધાની રિયાધના રસ્તા અને મોલમાં કેટલીક મહિલાઓ જીન્સ અને ટોપ પહેરીને ફરતી નજરે પડી પણ તેમણે લોકોની ઘુરકતી નજરોનો સામનો કરવો પડ્યો. કેટલાકે તો તેમનો આવો ડ્રેસ જોઈને પોલીસને બોલાવવાની ધમકી પણ આપી. અહીં કાળા રંગના પરંપરાગત બુરખા પહેરવાનું ચલણ છે અને તેને મહિલાઓની પવિત્રતાની રીતે જોવામાં આવે છે.

'મહિલાઓને ડ્રેસકોડમાં છૂટછાટ આપવામાં આવશે'
હકીકતમાં સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને થોડાક દિવસ અગાઉ એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મહિલાઓને ડ્રેસકોડમાં છૂટ અપાશે. આ પોશાક ઈસ્લામમાં અનિવાર્ય નથી પરંતુ ત્યાર પછી કોઈ ઔપચારિક નિયમ બનાવાયો ન હોવાથી તેનું ચલણ યથાવત્ છે. પ્રિન્સે આટલું કહેતાં જ ઘણી મહિલાઓએ બુરખા પહેરવાનું બંધ કરી દીધું છે.

સોશિયલ મીડિયા પર મહિલાઓએ બુરખાથી આઝાદીનું અભિયાન શરુ કર્યું
33 વર્ષની એચઆર તજજ્ઞ મશાલ અલ જાલુદ છેલ્લા કેટલાક દિવસ દરમિયાન મોલમાં ટ્રાઉઝર અને નારંગી રંગના ટોપમાં ફરતી નજરે પડી. ભીડમાંથી ઘણા બધા લોકોએ તેને ધમકી આપી અને કહ્યું કે પોલીસમાં ફરિયાદ કરીશું. જવાબમાં જાલુદે કહ્યું કે ખુદ પ્રિન્સે કહ્યું છે કે કાયદો સ્પષ્ટ છે અને શરિયામાં લખ્યું છે કે મહિલાઓ શાલીન અને સન્માનજનક કપડા પહેરે. તેમાં એવું નથી કહેવાયું કે તેમણે કાળો બુરખો કે કાળો હિજાબ પહેરવો જોઈએ. મહિલાઓને આઝાદી મળી રહી હોય તો લોકોને કેમ તકલીફ પડી રહી છે? સાઉદી અરબમાં 6 મહિનાથી મહિલાઓએ સોશિયલ મીડિયામાં બુરખાથી આઝાદીનું અભિયાન શરૂ કર્યું છે.

X
Saudi Arabia: Women campaigned against Burqa on social media
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી